એક દાયકાથી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દંપતિ માતાજીના દર્શનનો લે છે લ્હાવો
રાજકોટમાં નવરાત્રીની ભાવભર ઉજવણી થઈ રહી છે ત્યારે છેલ્લા 33 વર્ષથી પવનપુત્ર ચોક ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં ગઈકાલે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અંજલિ બેન એ સજોડે દર્શનનો લાભ લીધો હતો વિજયભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે પણ અવિરત દર્શન ની પરંપરા જાળવી રાખી હતી.
ગઈકાલે વિજયભાઈ રૂપાણી સાથે સાથે નીતિનભાઈ ભારદ્વાજ અરવિંદભાઈ રૈયાણી એ દર્શનનો લાભ લીધો હતો ગરબીના મુખ્ય આયોજક રઘુભાઈ બોરીયા અને રક્ષાબેન બોરીયા ના સતત પ્રયાસોથી પવનપુત્ર ચોકની ગરબી માઇ ભક્તો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે ગઈકાલે રાસ ભક્તિના માહોલ સાથે ખેલૈયાઓએ ભક્તિ ભર્યા રાસ લીધા હતા