- નીઓન એસેસરીઝ અને તીરંગા ડ્રેસીસમાં ખેલૈયાઓ સજ્જ થઈ અનેરો માહોલ ઉભો કર્યો
- આજે કલર ઓફ ધ ડેમાં બ્લુ અને ગામઠી પહેરવેશથી ખેલૈયાઓ સજ્જ થશે
જૈન સમાજનાં ખેલૈયાઓ માટે જૈનમ દ્વારા અતિ સુંદર આયોજનને દિવસે ને દિવસે બહોળી પ્રસિધ્ધી મળી રહી છે. જૈનમ્ નવરાત્રી મહોત્સવ રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં નામના મેળવી ચુકી છે, જેની મુખ્ય બાબતમાં ખેલૈયાઓ માટે સુરક્ષીત વાતાવરણ અને પારીવારીક માહોલ, અત્યાધુનિક લેટેસ્ટ લાઈટસ એન્ડ સાઉન્ડ ઈફેકટ, દેશ વિદેશમાં અનેક કાર્યક્રમો આપી ચુકેલ ફિલ્મ સંગીતકાર પંકજ ભટ્ટનું ધમાકેદાર ઓરકેસ્ટ્રા અને ઉમદા ગાયક કલાકારો રાસની રમઝટ જૈનમની આગવી ઓળખ બની ચુકયુ છે.
જેમ જેમ નવરાત્રી નાં નોરતા આગળ વધી રહયા છે તેમ તેમ જૈનમ્ નવરાત્રી મહોત્સવ પણ દિન પ્રતિદિન એક આગવી ઓળખ પામી રહયો છે, ખેલૈયાઓની રાસની રમઝટ અને આયોજકોને બિરદાવવા લાયક મહેનત ખરેખર સોળ કળાએ ખીલી ઉઠી છે એમ કહેવું જરાપણ અતિશ્યોકિત ભર્યું નહીં લાગે. જૈનમ યુવા ધનને ઘ્યાનમાં રાખી ગ્રાઉન્ડ ઉપર ખાસ અતિ આકર્ષક સેલ્ફી ઝોન પણ તૈયાર કરેલ છે.
છઠ્ઠા નોરતે કડવા દલિત સમાજનાં આગેવાનો દ્વારા માતાજીની આરતી કરવામાં આવી હતી. જેમાં દલિત સમાજના સર્વશ્રી ગીરધરભાઈ રાઠોડ, નાનજીભાઈ પારધી, દક્ષાબેન વાઘેલા, મહેશભાઈ રાઠોડ, ડી.બી. ખીમસુરીયા, રવિભાઈ ગોહેલ, અનિલભાઈ મકવાણા, ખોડીદાસભાઈ રાઠોડ, શામજીભાઈ ચાવડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી માતાજીની આરતીનો લાભ લીધેલ હતો.
સાતમા નોરતે કડવા રજપુત સમાજનાં આગેવાનો દ્વારા માતાજીની આરતી કરવામાં આવી હતી. જેમાં રજપુત સમાજના સર્વશ્રી કિશોરભાઈ રાઠોડ, રિતેશભાઈ રાઠોડ, રક્ષીતભાઈ ડોડીયા, વિરેન્દ્રસિંહ રાઠોડ, કાનજીભાઈ પરમાર, રાજવિરસિંહ ડોડીયા, સુરેશભાઈ સીંધવ, રમેશભાઈ ચૌહાણ, ગોવિંદભાઈ ડોડીયા, હિતુભા ડોડીયા, પ્રવિણભાઈ સાકરીયા, રણજીતભાઈ વાઢેર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી માતાજીની આરતીનો લાભ લીધેલ હતો.
જૈનમ્ નવરાત્રી મહોત્સવનાં અદ્ભુત આયોજનને માણવા રામભાઈ મોકરીયા – સાંસદ : રાજ્યસભા, ડો.ભરતભાઈ બોઘરા – ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ ભાજપ, ભવાની ઈન્ડસ્ટ્રીઝનાં સુરેશભાઈ નંદવાણા, રોલેકસ રીંગ્સનાં મનીષભાઈ મડેકા, મોહનભાઈ કુંડારીયા-સાંસદ રાજુભાઈ કાલરીયા-સન ફોર્જ, ભાનુબેન બાબરીયા-પૂર્વ ધારાસભ્યશ્રી, રાજેન વડાલીયા – વડાલીયા નમકીન, શર્મા સાહેબ – રાજકોટ નાગરીક બેંક મેનેજરશ્રી, શ્રી જ્યોતિન્દ્રભાઈ મહેતા, જાણીતા તબીબ ડો.અમીતભાઈ હપાણી અને ડો.બબીતાબેન હપાણી, નરેન્દ્રસિંહ ઠાકુર : મહામંત્રી -રાજકોટ શહેર ભાજપ, નેહલભાઈ શુકલ : કોર્પોરેટર અતુલભાઈ પંડીત : ચેરમેન -શિક્ષણ સમિતિ રાજકોટ, સહિત ખાસ ઉપસ્થિત રહયા હતા.
જૈનમ્ નવરાત્રી મહોત્સવમાં સુપ્રસિઘ્ધ ફિલ્મ સંગીતકાર પંકજ ભટ્ટ અને તેમનું ધમાકેદાર ઓસ્કેસ્ટ્રાનાં સાંજીદાઓએ તેમજ ફેમસ સિંગરોએ એક થી એક ચડીયાતા રાસ-ગરબા પ્રસ્તુત કરી ખેલૈયાઓને રાસ રમવા મજબુર કરી દીધા સાથે અંતમાં ડીજે ના સથવારે બધા મન મુકીને નાચી ઉઠયા હતાં.
જૈનમ નવરાત્રીમાં કાયમી જજ તરીકે જીજ્ઞેશભાઇ પાઠક, અમિતભાઇ રાણપરા, ભાવનાબેન બગડાઇ, ઉષ્માબેન વાણી, ડો.મમતા કોટેચા, માન્યતાબેન ઓડેદરા, નેહાબેન માંકડ, તેજસ મજીઠીયા, મેઘાવીબેન વીઠલાણી, બોસ્કીબેન નથવાણી, ધારાબેન પારેખ એ ઉપસ્થિત રહી સેવા આપેલ હતી.