• છઠ્ઠા અને સાતમા નોરતે એક એક થી ચડિયાતા ગરબા અને ફિલ્મી ગીતો ઉપર ગોપીઓ ઝૂમી ઉઠી
  • સરગમના આંગણે મહાનુભાવોનો મેળાવડો જામ્યો

નવરાત્રિ મહોત્સવ તેના અંતિમ તબક્કામાં છે પણ ખેલૈયાઓનો જોશ ઓછો થવાનું નામ લેતો નથી. શહેરમાં અર્વાચીન રાસોત્સવના અનેક આયોજન છે પણ તેમાં સરગમ લેડિઝ કલબ આયોજિત ગોપી રાસોત્સવ સર્વશ્રેષ્ઠ છે તેવું લોકો માની રહ્યા છે. ડી.એચ.કોલેજના ગ્રાઉંડમાં ચાલી રહેલા આ ગોપી રાસોત્સવમાં શનિવાર અને રવિવાર એમ બે દિવસ ભારે જમાવટ થઈ હતી અને આ રાસ નિહાળવા માટે મહાનુભાવોનો તો જાણે કે મેળો જામ્યો હતો તેવું વાતાવરણ હતું.

શનિ રવિ દરમિયાન ઓરકેસ્ટ્રા અને સિંગરોની ધમાલ વચ્ચે બહેનોએ કમાલ કરી હતી અને આ રાસોત્સવ શા માટે બેસ્ટ છે તે સાબિત કરી દીધું હતું. આ રાસોત્સવ નિહાળવા માટે વિવિધ ક્ષેત્રના મહાનુભાવોનો મેળો જામ્યો હતો. આ બધા મહેમાનોએ એકી અવાજે આ આયોજનને વખાણ્યું હતું.

છઠા નોરતે રાજકોટના મહાનુભાવો હસ્તે કિરીટભાઈ ગણાત્રા, રામભાઈ મોકરીયા, નેહલભાઈ શુક્લ, સુરેશભાઈ નંદવાણા, મયુરધ્વજસિંહ જાડેજા, રાકેશભાઈ પોપટ, તેજસભાઈ રાજદેવ, જીતુભાઈ મહેતા, સરવનાંદ સોનવાણી, કલ્મ્ભાઈ સોનાવાણી, હિમાંશુભાઈ નંદવાણા, દેવાંગભાઈ માંકડ, કિરીટભાઈ પાઠક, અતુલભાઈ પંડિત, સ્મીતભાઈ પટેલ, હેતલભાઈ રાજ્યગુરુ,  સહિતના મહાનુભાવો ઈનામ વિતરણ કર્યું

સાતમા નોરતે મેહમાન ઉપસ્થિત રહેશે. વજુભાઈ વાળા, અરવિંદભાઈ રૈયાણી (મંત્રી ગુજરાત રાજ્ય), લાખાભાઈ સાગઠીયા (ધારાસભ્ય), જયેશભાઈ બોઘરા, લાલજીભાઈ સાવલીયા, વિનુભાઈ ધવા, મનસુખભાઈ ભીમાણી, વેજાભાઈ રાવલીયા, રમાબેન માવાણી, નરેન્દ્રભાઈ દવે, અશ્વિનભાઈ આદ્રોજા, જીતુભાઈ ચંદારાણા,  સહિત વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેલ.

ગોપિરાસ માં ઓરકેસ્ટ્રા તરીકે રાજુભાઈ ત્રિવેદી પ્રસ્તુત મ્યુઝીકલ મેલોઝ અને સાથે ગાયક કલાકાર તરીકે હેમંતભાઈ પંડ્યા (મુબઈ), સોનલબેન ગઢવી (રાજકોટ), નિલેશભાઈ પંડ્યા (રાજકોટ) ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મ ગરબાઓની રમઝટ બોલાવશે.  સરગમ લેડીઝ ક્લબ આયોજિત ગોપીરાસ ને સફળ બનાવવા માટે સરગમ પરિવારના ચેરમેન શ્રી વજુભાઈ વાળા તેમજ સરગમ ક્લબ ના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા,  કલબના કમિટી મેમ્બર જહેમત ઉઠાવી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.