ગત વર્ષની સરખામણીમાં 16 ટકાનો વધારો : તહેવારોની સિઝન આવતા કલેકશન વધ્યું
સરકારની કરની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક એ પાછળનું મુખ્ય કારણ એ પણ છે કે હાલ જે રીતે તહેવારોની સીઝન શરૂ થઈ છે તેનાથી આવકમાં પણ વધારો નોંધાયો છે અને પરિણામે સરકારને ખૂબ સારી રીતે આર્થિક ફાયદો પણ પહોંચ્યો છે. ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો રાજ્યનું જીએસટી કલેક્શન ગત વર્ષની સરખામણીમાં 16% વધી 9000 કરોડને પાર પહોંચ્યું છે જે ગત વર્ષે સાડા સાત હજાર કરોડ નોંધાયું હતું.
અધિકારીઓ અને ઉદ્યોગપતિઓના જણાવ્યા મુજબ હાલજે ક્ધઝમ્પસન ક્ષમતામાં જે વધારો થયો છે અને તહેવારોની સિઝન શરૂ થઈ છે તેને ધ્યાને લઇ બજારમાં પણ ખુબજ મોટો બદલાવ આવ્યો છે અને લોકોની ખરીદ શક્તિ પણ વધી છે. સ્ટેટ કોમર્શિયલ ટેક્સ કમિશનર મિલિંદ તોરવાનેએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં કર એકત્રિત થવાનું પ્રમાણ વધ્યું છે. નવરાત્રી સિઝન નજીક આવતા માર્કેટ બુસ્ટ થઈ રહી છે અને તેની હકારાત્મક અસર સતત જોવા મળી રહી છે.
સ્ટેટ કોમર્શિયલ ટેક્સ કમિશનરનું માનવું છે કે ગત વર્ષે કોરોનાની અસર વધુ હોવાના કારણે જે જીએસટી રિકવરી થવી જોઈએ તે થઈ શકી ન હતી અને પરિણામે સરકારી આવકમાં ઘટાડો પણ નોંધાયો હતો. ત્યારબાદ જે રીતે ઉદ્યોગો સતત વેગ પકડી રહ્યા છે તેને ધ્યાને લઈ સરકાર માટે રિકવરી કરવું ખૂબ સહેલું બન્યું હતું અને પ્રતિમા રાજ્યની જીએસટી આવક વધી રહી હતી જેનું પરિણામ સપ્ટેમ્બર માસમાં પણ જોવા મળ્યું. બીજી તરફ ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે જે ભારતે તક્તો ગોઠવ્યો હતો તેનાથી ઘણો ખરો ફાયદો આર્થિક રીતે પણ પહોંચ્યો છે અને ગ્રામ્ય ઇકોનોમી પણ ઘણી ખરી રીતે સુધરી છે. આવનારા દિવસોમાં પણ હજુ જીએસટીની આવકમાં વધારો થવાની પૂર્ણ શક્યતા જોવા મળી રહી છે. બીજી તરફ હવે નવરાત્રી બાદ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, જ્યાં લોકો મન મુકીને ખરીદી કરશે અને તેનો સિધોજ લાભ સરકારની આવક પર થશે.