રાજકોટ, 30મી સપ્ટેમ્બર-2022: ગુજરાત પ્રથમ વખત 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરી રહ્યું છે અને રાજકોટને રજી ઓક્ટોબર થી હોકી અને એક્વેટિક ચેમ્પિયનશીપનું યજમાનપદ આપવામા આવ્યુ છે.
વિવિધ રાજ્યોની ટીમો શહેરમાં આવી ગઇ છે અને ટુર્નામેન્ટ પહેલા આજે તમામ ખેલાડીઓ પ્રેક્ટિસમાં વ્યસ્ત થઈ ગયા હતા આ ટૂર્નામેન્ટમાં વિવિધ રાજ્યોના ખેલાડીઓ સ્પર્ધામાં ઉતરી રહ્યા છે.
હોકી માં મહિલાઓ અને પુરુષો ની ટિમ ને 2 પુલ માં મુકવામાં આવ્યું છે. હોકી ની સ્પર્ધા મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ, રેસકોર્સ 2 ખાતે થી 11 ઓક્ટોબર દરમિયાન તેમજ સ્વિમિંગ ની વિવિધ કેટેગરી ની સ્પર્ધાઓ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમિંગ પુલ, કોઠારીયા રોડ ખાતે ર થી 8 ઓક્ટોબર દરમિયાન યોજવામાં આવશે.
- મહિલાઓ
પુલ-એ – ઓડિસા, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને ગુજરાત
પુલ -બી – કર્ણાટક, ઝારખંડ, પંજાબ અને મધ્ય પ્રદેશ
- પુરુષો
પુલ-એ – હરિયાણા, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને ગુજરાત
પુલ -બી – તમિલનાડુ, કર્ણાટક, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ વચ્ચે ટકકર થશે.