મહેમાનોએ પણ મહોત્સવનું માઈક્રો પ્લાનીંગ, બેઠક વ્યવસ્થા, ખેલૈયા માટેની સુવિધા તેમજ પારીવારીક માહોલને વખાણ્યો
જૈન સમાજનાં ખેલૈયાઓ માટે જૈનમ દ્વારા અતિ સુંદર આયોજનને દિવસે ને દિવસે બહોળી પ્રસિધ્ધી મળી રહી છે. જૈનમ્ નવરાત્રી મહોત્સવ રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં નામના મેળવી ચુકી છે, જેની મુખ્ય બાબતમાં ખેલૈયાઓ માટે સુરક્ષીત વાતાવરણ અને પારીવારીક માહોલ, અત્યાધુનિક લેટેસ્ટ લાઈટસ એન્ડ સાઉન્ડ ઈફેકટ, દેશ વિદેશમાં અનેક કાર્યક્રમો આપી ચુકેલ ફિલ્મ સંગીતકાર પંકજ ભટ્ટનું ધમાકેદાર ઓરકેસ્ટ્રા અને ઉમદા ગાયક કલાકારો રાસની રમઝટ જૈનમની આગવી ઓળખ બની ચુકયુ છે.
ગઈકાલ તા.30 ને શુક્રવારનાં રોજ પાંચમા કડવા પટેલ સમાજનાં આગેવાનો દ્વારા માતાજીની આરતી કરવામાં આવી હતી. જેમાં કડવા પટેલ સમાજના સર્વશ્રી કાંતીભાઈ જાવીયા (એડીકો ગ્રુપ), પ્રવિણભાઈ પટેલ-આદર્શ પેટ્રોલીયમ, રમેશભાઈ ગામી – બીએપીએસ મંદિર, રસીલાબેન પટેલ, શીતલબેન પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી માતાજીની આરતીનો લાભ લીધેલ હતો.
જૈનમ્ નવરાત્રી મહોત્સવમાં સુપ્રસિઘ્ધ ફિલ્મ સંગીતકાર પંકજ ભટ્ટ અને તેમનું ધમાકેદાર ઓસ્કેસ્ટ્રાનાં સાંજીદાઓએ તેમજ ફેમસ સિંગરોએ એક થી એક ચડીયાતા રાસ-ગરબા પ્રસ્તુત કરી ખેલૈયાઓને રાસ રમવા મજબુર કરી દીધા સાથે અંતમાં ડીજે ના સથવારે બધા મન મુકીને નાચી ઉઠયા હતાં. અને પધારેલ આમંત્રીત મહેમાનો અને ઉપસ્થિત સૌ કોઈએ તાલીઓના ગડગડાટથી વધાવેલ.
જૈનમ નવરાત્રીના પાંચમા નોરતે જૈનમ્ નવરાત્રી મહોત્સવને માણવા મહેમાન ગુજરાત રાજયનાં પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, શ્રીમતિ અંજલીબેન રૂપાણી, શ્રી નિતીનભાઈ ભારદ્વાજ, શ્રીમતિ વંદનાબેન ભારદ્વાજ, પ્રદિપભાઈ ડવ – મેયરશ્રી રાજકોટ મહાનગર, ઈન્ડીયન મેડીકલ એસોસીએશનનાં ડો.સંજયભાઈ ભટ્ટ, ડો.બિનાબેન ભટ્ટ, ડો.દર્શના પંડયા, ડો.ચેતન લાલસેતા, ડો. અનીત અગ્રવાલ, ડો.ભાવેશ સચદે, ડો.પારસ શાહ, શ્રી હંસરાજભાઈ પટેલ, શ્રી ગણેશભાઈ ઠુમ્મર, શ્રી મુકેશભાઈ મલકાન – આર.એસ.એસ. પ્રાંત સંઘ સંચાલકજી, ડો.જીતેન્દ્રભાઈ અમલાણી – આર.એસ.એસ. મહાનગર સંઘ સંચાલકજી, શ્રી નરેન્દ્રભાઈ દવે – આર.એસ.એસ. પ્રાંચ વ્યવસ્થા પ્રમુખ, શ્રી કેતનભાઈ વસા ખાસ ઉપસ્થિત રહયા હતા. અને આયોજકોને સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવેલ હતા.
પાંચમા નોરતે જૈનમ દ્વારા બહેનો માટે ચુડ્ડી બીંદી સ્પર્ધા તેમજ ભાઈઓ માટે સાફા-પાધડી સ્પર્ધામાં વિજેતા જાહેર કરી ઇનામોથી નવાજવામાં આવ્યા હતાં. ઉપરાંત દરરોજ ખેલૈયાઓ વચ્ચે ચાર લકકી ડ્રો કરવામાં આવેલ. જેના વિજેતાઓને ઇનામ આપવામાં આવેલ હતાં.
પાંચમા નોરતે સીનીયર પ્રીન્સ તરીકે ઉદાણી રાજ, શેઠ અનિક, પારેખ નિશીત તેમજ સીનીયર પ્રીન્સેસ તરીકે દેસાઈ સાક્ષી, શાહ રૂત્વી, ગાંધી ભૂમિ ઉપરાંત સીનીયર પ્રીન્સ વેલ ડ્રેસમાં મહેતા જીતેન્દ્ર, નિરવ બદાણી, વોરા મનન તેમજ સીનીયર પ્રીન્સેસ વેલડ્રેસ તરીકે શાહ મૈત્રી, દેસાઈ પુજા, ગાંધી જલ્પા તેમજ જુનિયર પ્રિન્સ તરીકે યુગ શેઠ, દોશી જીનેશ, શાહ નિર્મીત અને જુનિયર પ્રીન્સેસ તરીકે દોશી શ્રેયા, દોમડીયા મેધા, જીનાલી વોરા ઉપરાંત જુનીયર પ્રિન્સ વેલડ્રેસમાં વોરા નિલ, ધ્રુવ શ્રેય, રેયાંશ ખારા તેમજ જુનિયર પ્રીન્સેસ વેલડ્રેસમાં આરાહી સંઘવી, દોશી દેવના, રાજવી શાહ ને વિજેતા જાહેર કરી ઈનામો આપી નવાજવામાં આવેલ હતા. જૈનમ નવરાત્રીમાં કાયમી જજ તરીકે જીજ્ઞેશભાઇ પાઠક, અમિતભાઇ રાણપરા, ભાવનાબેન બગડાઇ, ઉષ્માબેન વાણી, મેહુલભાઈ ત્રિવેદી, શ્ર્વેતાબેન અંતાણી, ડો.બીનાબેન ત્રિવેદી, મીરાબેન પાંધીએ ઉપસ્થિત રહી સેવા આપેલ હતી.