બંછાનીધી પાનીને વડોદરા અને શાલીની અગ્રવાલને સુરતમાં મૂકાયા
રાજય સરકાર દ્વારા સુરત અને વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નરની અરસ પરસ બદલી કરવામાં આવી છે વિધાનસભાની ચુંટણીના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છ ત્યારે રાજય સરકાર દ્વારા આઇએએસની બદલીનો દૌર શરુ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં હજી કેટલાંક અધિકારીઓની બદલી કરવામાં આવશે. રાજય સરકાર દ્વારા રાજકોટ મહાનગર પાલિકાના પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનીપી પાની સુરત મહાપાલિકાના કમિશ્નર તરીકે છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવી રહ્યા હતા.
તેઓએ સુરતમાં કરેલી કામગીરીની સર્વત્ર પ્રશંસા કરવામાં આવી રહી છે બે આઇએએસ અધિકારીની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે જેમાં 2005 ની બેંચના અધિકારી અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર બંછાનિધી પાનીની વડોદરા મહાનગરપાલિકાના કમિશ્નર તરીકે નિયુકિત કરવામાં આવી છે જયારે 2005 ની બેચના સનધી અધિકારી તથા વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શાલીની અગ્રવાલની સુરતના મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. આગામી દિવસોમાં અન્ય કેટલાક આઇ.એ.એસ. અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.