રાજયસભાના સભ્ય શકિતસિંહ ગોહિલ અને ભાવનગર રાજપુત સમાજ પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ રહ્યા ઉપસ્થિત
અબતક,રાજકોટ
શ્રી જામકંડોરણા તાલુકા રાજપૂત (ક્ષત્રિય) સમાજ દ્વારા જામકંડોરણા તાલુકા માં સમાજ ભવન નવનિર્માણ અર્થે અને તાલુકા માં ક્ષત્રિય સમાજ નું સંગઠન મજબૂત બનાવવા માટે તાલુકા માં અખંડ જ્યોત સંપર્ક યાત્રા કાઢવામાં આવી છે.જેમાં જામકંડોરણા તાલુકા ના ક્ષત્રિય સમાજ ના 22 ગામ માં ઘરે ઘરે જઈ ને સમાજ અગ્રણી શ્રી શક્તિસિંહ જાડેજા(કોટડા નાયાણી) દ્વારા અખંડ જ્યોત દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવે છે.અને દરેક ગામ માં રાત્રી સભા કરવામાં આવે છે.આજે અખંડ જ્યોત સમ્પર્ક યાત્રા ચરેલ ગામે પહોંચી હતી અને ચરેલ ગામે આશાપુરા મંદિરે ના પ્રાંગણ માં ક્ષત્રિય સમાજ નું મહા સંમેલન યોજવામાં આવ્યું હતું.જેમાં ક્ષત્રિય સમાજ ના ધુરંધર નેતા અને સાંસદ શક્તિસિંહ ગોહિલ અને ભાવનગર જિલ્લા રાજપુત સમાજ ના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ એ હાજરી આપી હતી.અને ગ્રામજનો દ્વારા ઢોલ નગારા અને કંકુ તિલક સાથે શક્તિસિંહ ગોહિલ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ ની શરૂવાત હરદેવસિંહ જાડેજા કુંભારડી એ પ્રાર્થના બોલાવી કરાવી હતી.
ચરેલ ના યુવા અગ્રણી જગદીશસિંહ ચુડાસમા એ સ્વાગત પ્રવચન કર્યું હતું.રાજપૂત સમાજ ના પ્રમુખ તેજુભા જાડેજા અને શક્તિસિંહ જાડેજા કોટડા નાયાણી એ અખંડ જ્યોત સંપર્ક યાત્રા ની રૂપરેખા જણાવી હતી.શક્તિસિંહ ગોહિલ અને વાસુદેવસિંહ ગોહિલ એ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અને સંગઠીત રહેવાની હાકલ કરી હતી.ચરેલ ગામ ના સરપંચ અને અગ્રણીઓ દ્વારા મહેમાનો નું ફુલહાર અને સાલ ઓઢાડી સ્વાગત કરાયુ હતું.તેમજ જામકંડોરણા ક્ષત્રિય યુવક મંડળ ના નવનિયુક્ત યુવા પ્રમુખ રામદેવસિંહ જાડેજા સોળવદર ને ફુલહાર અને સાલ ઓઢાડી સન્માનીત કરાયા હતા.જામકંડોરણા રાજપૂત સમાજ ના ઉપપ્રમુખ અને કોંગ્રેસ પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળા દ્વારા સાફો અને તલવાર આપી સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલ નું વિશેષ સન્માન કર્યું હતું..સમગ્ર કાર્યક્રમ નું સંચાલન જગદીશસિંહ ચુડાસમા ચરેલ અને ક્રિપાલસિંહ જાડેજા પીપરડી એ કર્યું હતું.કાર્યક્રમ ને સફળ બનાવવા ચરેલ ના ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી.