સુરતના લિંબાયત હેલીપેડથી નીલગીરી ગ્રાઉન્ડ સુધી વડાપ્રઘાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો : રૂ.3400 કરોડના વિવિઘ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ
નરેન્દ્ર મોદી આજથી 29 અને 30 સપ્ટેમ્બર ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેઓએ આજે સૌ પ્રથમ સુરત ખાતે વિવિઘ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ કરવા પહોંચ્યા તે પહેલા સુરતના લિંબાયત હેલીપેડથી નીલગીરી ગ્રાઉન્ડ સુધી વડાપ્રઘાનનો ભવ્ય રોડ શો યોજાયો. રોડ શો દરમિયાન જનતાએ હર હર મોદી, ઘર ઘર મોદી અને મોદી-મોદી-મોદીના નારા લગાવ્યા.
વડાપ્રઘાને પણ જનતાજનાર્દનનો આવકાર ઝીલ્યા પછી નીલગીરી ગ્રાઉન્ડ ખાતે પહોંચી જાહેરસભાને સંબોધી હતી. સુરત ખાતે આશરે 59 જેટલા વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ. સુરત ખાતે આશરે રૂ.3400 કરોડના વિકાસના કાર્યોની ભેટ આજે ચોથા નોરતે ગુજરાતીઓને આપી જેમા પાણી પુરવઠા, ડ્રેનેજ પ્રોજેક્ટ્સ, ડ્રીમ સિટી, બાયોડાયવર્સિટી પાર્ક અને અન્ય વિકાસ કાર્યો જેવા કે જાહેર માળખાકીય સુવિધા, હેરિટેજ રિસ્ટોરેશન, સિટી બસ/બીઆરટીએસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિક વાહન ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. આ વેળાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પેજ સમિતિના પ્રણેતા એવા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
નરેન્દ્ર મોદીએ દેશની જનતાને નવરાત્રીની શુભકામના પાઠવી સંબોધનની શરૂઆત કરતા જણાવ્યું કે, નવરાત્રીના સમયે મારે સુરત આવવું એક સૌભાગ્ય છે. ગુજરાતના લોકો અને સુરતવાસીઓનો આભાર માનવા શબ્દો પણ ઓછા પડે તેટલો પ્રેમ આપ્યો છે. સુરતમાં વિકાસનો લાભ જે રીતે દરેક ઘરે પહોંચ્યો છે તે સાંભળી મને ખૂબ આનંદ થયો છે.
મોદીએ વધુમાં જણાવ્યું કે, સુરત શહેર લોકોની એકજૂટતા અને જનભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે. ભારતનો કોઇ પ્રદેશ એવો નહી હોય જેના લોકો સુરતની ધરતી પર ન રહેતા હોય. સુરત એક પ્રકારે મીની ભારત છે. સુરતની મોટી ખાસિયત એ છે કે આ શહેર શ્રમનું સન્માન કરે છે. સુરતમાં ટેલેન્ટની કિંમત છે. વિકાસની દોડમાં જે પાછળ રહી જાય તેને સુરત વઘારે તક આપે છે તેનો હાથ પકડી આગળ લઇ જવાનો પ્રયાસ કરે છે સુરતની આ સ્પિરિટ આઝાદી કા અમૃતકાળમાં વિકસીત ભારતના નિર્માણ માટે બહુ મોટી પ્રેરણા છે. આ સદીની શરૂઆતમાં જયારે ત્રણ પી એટલે કે પબ્લીક, પ્રાઇવેટ, પાર્ટનર્શીપની ચર્ચા થતી ત્યારે હું કહેતો કે સુરત ચાર પી નું ઉદાહરણ છે. ચાર પી એટલે પીપીલ્સ, પબ્લીક, પ્રાઇવેટ, પાર્ટનર્શીપ મોડલ સુરતને વિશેષ બનાવે છે.
મોદીએ વધુમાં જણાવ્યું કે, પાછલા 20 વર્ષમાં સુરતે દેશના બાકી શહેરોની અપેક્ષા કરતા વઘારે પ્રગતી કરી છે. આજે દેશના સૌથી સ્વચ્છ શહેરમાં સુરતનો પણ સમાવેશ છે. સુરતમાં મોટી ડ્રેનેજ નેટવર્કથી સુરતને નવુ જીવંનદાન મળ્યું છે. સુરતમાં ગત વર્ષોમાં ગરીબો પરિવાર માટે રહેવા માટે અંદાજે 80 હજાર ઘર બનાવવામાં આવ્યા છે. ડબલ એન્જિનની સરકાર પછી મધ્યવર્ગ પરિવારને ઘર બનાવવામાં મદદ મળી છે. આયુષ્યમાન ભારત યોજના થકી દેશમાં અત્યાર સુઘી આશરે ચાર કરોડ ગરીબ દર્દીઓને મફત સારવાર મળી છે. 32 લાખથી વધુ દર્દીઓ ગુજરાતના અને સવા લાખ દર્દીઓ મારા સુરતના હતા. પીએમ સ્વનિધી યોજના થકી બેંક મારફતે આશરે 45 લાખ વ્યકિતઓને ગેરંટી વગર સસ્તી લોન મળી. સુરત શહેરના પશ્ચિમ વિસ્તાર રાંદેલ, અડાચણ, હજીરા, જાહગીરપુર સહિતના વિસ્તારમાં જે રોનક દેખાય છે તે 20 વર્ષના પરિશ્રમનું પરિણામ છે.