ગેરકાયદે સેટઅપ ઉભા કરાતા સરકારની આવકને પહોંચી નુકસાની
જેમ જેમ ટેકનોલોજી વિકસિત થઈ રહી છે તેમ તેમ ફ્રોડ નું પ્રમાણ અને છેતરપિંડી નું પ્રમાણ પણ દિન પ્રતિદિન વધી રહ્યું છે આંતરરાષ્ટ્રીય કોલ માટે ગુનેગારો દ્વારા ગેરકાયદે ટેલિકોમ સેટ અપ નો ઉપયોગ કરવામાં આવતો હતો તે પૈકી સરકારે 30 જેટલા સેટઅપને તોડી પાડ્યા છે અને આવનારા દિવસોમાં પણ આ પ્રકારના સેટઅપ ધ્યાને આવતા ની સાથે જ તેને તોડી પાડવામાં આવશે. પ્રાપ્ત માહિતી મુજબ આંતરરાષ્ટ્રીય કોલ કે જે ઇન્ટરનેટ મારફતે કરવામાં આવતા હતા તે અંગેની જાણ થતા ની સાથે જ સરકાર દ્વારા પગલું લેવામાં આવ્યું છે.
આવનારા સમયમાં ફ્રોડ અથવા તો ખોટા આંતરરાષ્ટ્રીય કોલ ન થાય તે માટે સરકારે પોતાના કોલ સેન્ટર ઉભા કર્યા છે અને ચેતવ્યા છે કે કોઈપણ અજાણ્યા નંબર પર લોકો તેનો સંપર્ક ન સાધે. ટેકનોલોજી ક્ષેત્રે ભારત દિનપ્રતિદિન આગળ આવી રહ્યું છે. સામે કોઈ ગેરરીતિ ન સર્જાઈ તે અંગે પણ સજાગ રહેવું જરૂરી છે. બીજી તરફ હાલ નેટ મારફતે આંતરરાષ્ટ્રીય કોલ જે કરવામાં આવી રહ્યા છે તેને ધ્યાને લઇ સરકારે તવાઈ બોલાવી છે અને 30 જેટલા ગેરકાયદેસર ચાલતા સંદેશ વ્યવહાર ના માધ્યમોને તોડી પાડ્યા છે.
બીજી તરફ આ પ્રકારની ગેરીતી આ ચર્ચા ડોશી તો ના પગલે સરકારની આવકને પણ ખૂબ મોટી નુકશાની પહોંચી છે જે ન થાય તેના માટે સરકાર આવનારા સમયમાં નિયમોનો પણ કડક અમલવારી શરૂ કરશે. જે લોકો દ્વારા ગેરકાયદે આંતરરાષ્ટ્રીય કોલ કરવામાં આવતા હતા તેનાથી રક્ષા પણ લોકમાય છે એટલું જ નહીં સરકારને પણ આવકમાં ઘણી નુકશાની વેઠવી પડી છે. અને ધ્યાને લઈ સરકાર હવે ટેલિકોમ ક્ષેત્ર પણ અનેકવિધ નવા નિયમોની અમલવારી શરૂ કરશે જેનાથી આ પ્રકારના તત્વો ઉપર અંકુશ મેળવી શકાય અને કોઈ પણ પ્રકારની ગેરરીતી આચરવામાં ન આવે.