કચ્છ રાજવી પરિવાર માં આશાપુશને સવારે જાતર (પતરી) ચડાવશે
અબતક,રાજકોટ
માતાના મઢમાં આશાપુરા શકિત પીઠ ખાતે આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે.
આસો સુદ -7 રવિવાર , તા.02-10 ના રાત્રીના 9-30 કલાકે રાજાબાવા યોગેન્દ્રસિંહજીના અધ્યક્ષસ્થાને ગોર મહારાજ દેવકૃષ્ણ મુળશંકર જોષી હોમાદિક ક્રિયાનો પ્રારંભ થશે . હોમાદિક ક્રિયા વિધિ સમયે દરેક દેવતાઓને આહવાન આપી ફળ , ફુલોથી હોમાદિક ક્રિયામાં આહુતિ આપવામાં આવશે . આ સમયે ચંડીપાઠ . શ્ર્લોક , સંક્રાતિપાઠ , માંના ગરબા ગવાશે . આ સમયે વાતાવરણ ભકિતમય બની જાય છે . મધ્યરાત્રિએ રાજાબાવા યોગેન્દ્રસિંહજી રાત્રીના 12:30 કલાકે શ્રીફળ હોમશે . સમગ્ર વાતાવરણ – માં આશાપુરાના નાદ સાથે ગુંજી ઉઠશે . તા.3-10 સોમવાર આસો સુદ આઠમના કચ્છ રાજવી પરિવારના કચ્છ ભાયાતો દ્વારા સવારે માં આશાપુરાને જાતર (પતરી) ચડાવશે . કચ્છ રાજવી ચાચરા કુંડથી સામૈયા સાથે સવારી આવે છે . ત્યારે શરણવાદક આમદ ઓસમાણ લંગા , નોબતવાદક લતીફ હાસમ લંગા , જાગરીયા ડાક મુસ્લીમ પરિવાર દ્વારા વિધિ કરવામાં આવે છે . આ સમયે સમગ્ર વાતાવરણ ભકિતમય બની જશે . માં આશાપુરા મંદિરમાં ભુવાશ્રી દિલુભા ચૌહાણ તથા મનુભા ચૌહાણ માતાજીને ધુપ સેવાપુજા કરે છે.
પ્રકાશભાઇ છોટાલાલ પંડયા છેલ્લા ત્રણ પેઢીથી માતાજીની આરતી તેમજ સેવાપુજા કરે છે . તથા સ્થાનિક કક્ષાએ મયુરસિંહ જાડેજા સેવા આપે છે . આરતીનો સમય સવારના 5:00 કલાકે મંગળા આરતી . સવારે 9:00 કલાકે ધૂપ આરતી , તેમજ સુર્યાસ્ત સમય મુજબ સંધ્યા આરતી થાય છે , માતાના મઢ જાગીર ટ્રસ્ટ સમગ્ર હોમાદિક ક્રિયા કરવામાં આવશે . રાજાબાવા યોગેન્દ્રસિંહજી માં આશાપુરાને વંદનપૂર્વક પ્રાર્થના કરી સૌ દેશવાસીઓની મનોકામના માં આશાપુરા પૂર્ણ કરે તેવી વંદનપૂર્વક પ્રાર્થના કરશે . કચ્છ રાજવી પરિવારના સભ્યો ભાયતો આ વિધિ તા.3.10 સોમવાર સવારે કચ્છ રાજવી પરિવારના ભાયતો માઇભકતો ની ઉપસ્થિતીમાં યોજાશે.