ઉચ્ચ અધિકારી સાથે પણ ગેરવર્તુણક કરનાર સફાઈ કામદારને પાણીચું
કોર્પોરેશન દ્વારા બે સફાઈ કામદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નં. 18/બ માં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા જિતેશભાઈ અમરશીભાઈ વાઘેલા દ્વારા વોર્ડ ઓફિસ ખાતેથી ઉપયોગી સામાનની ચોરી કર્યા હોવાનું ધ્યાને આવવા બદલ શો-કોઝ નોટીસ આપવામાં આપી હતી. તેઓ નિયત સમયમાં જવાબ રજુ કરવામાં ન આવતા તાત્કાલીક અસરથી તેઓને સોંપેલ ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત શાખાના વોર્ડ નં. 6/ક માં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા સવિતાબેન બચુભાઇ દાફડાને સુપરવાઈઝરી સ્ટાફ તથા ઉપરી અધિકારી સાથે જાહેરમાં ગેરવર્તૂણક કરવા બદલ શો-કોઝ નોટીસ આપવામાં આવી હતી. જે સબબ તેઓ નિયત સમયમાં જવાબ રજુ કરવામાં આવ્યો ન હોય, સરકારી કર્મચારીને ન શોભે તેવું તેમજ તેમના સુપરવાઈઝરી સ્ટાફ તથા ઉપરી અધિકારી સાથે જાહેરમાં ઝગડો કરી ગેરવર્તૂણક કરવા બદલ તાત્કાલીક અસરથી તેઓને સોંપેલ ફરજ પરથી સસપેન્ડ કરવામાં આવ્યા છે.