ર્માં નવદુર્ગાની આરાધના સાથે
400 ભુલકાઓમાંથી 40 બાળકો પ્રિન્સ-પ્રિન્સેસ બન્યા
દર વર્ષે બાલભવન રાજકોટ દ્વારા નવરાત્રીનું એકમાત્ર એવું આયોજન કરવામાં આવે છે કે જ્યાં ફક્ત બાળકો ઓરકેસ્ટ્રાનાં તાલમાં, જગમગાટ રોશની તેમજ વિઝ્યુઅલ સ્ક્રીન ઇફેક્ટ અને માતાજીની આરાધના સાથે ઝુમી ઉઠે છે. ત્રણ વર્ષ બાદ બાલભવન રાજકોટનાં માનદ મંત્રી મનસુખભાઇ જોષી અને ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદી (હેલીબેન)નાં માર્ગદર્શન હેઠળ બાલભવનનાં ઓફિસ સુપ્રીન્ટેન્ડેન્ટ કિરીટભાઇ વ્યાસ તથા બાલભવનની ટીમ દ્વારા બાળકો માટે તા.26/09/2022 થી તા.05/10/2022 બાલભવનનાં વિશાળ જોકર ગ્રાઉન્ડમાં ઓરકેસ્ટ્રા સાઝ ઔર આવાજનાં તાલે રાત્રે 8:30 થી 11:30 દરમ્યાન 5 થી 10 વર્ષ (ગૃપ-એ) 11 થી 16 વર્ષ (ગૃપ-બી) પ્રમાણે સીઝન પાસ ધરાવતા બાળ ખેલૈયાઓએ ગરબા-ડાંડિયારાસની રમઝટ બોલાવી સાથે સનેડો, ભાઇભાઇ અને ટોટોડાનાં તાલમાં પણ ઝુમ્યા તથા બાલભવનની ખાસ કૃતિ વંદે માતરમ્ તો બાળકોની સાથે ઉપસ્થિત તમામ મહેમાનો-વાલીઓનાં મનમાં વસી ગઇ.
રોજેરોજ 40 જેટલા બાળકોને પ્રિન્સ/પ્રિન્સેસ જાહેર કરી ઇનામ પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવતી પરંપરા આ વર્ષે પણ જળવાઇ રહી તથા ડેઇલી પાસ ધરાવતા બાળકોમાંથી પણ વિજેતાઓને ઇનામ આપી સન્માનીત કરાયા.પ્રથમ નોરતે સુશીલાબેન જોષી, સ્મિતાબેન ઝાલા, રેણુકાબેન યાજ્ઞિક, આવૃતિબેન નાણાવટી, રંજનબેન પોપટ, માલાબેન કુંડલિયા, અંકુરજી સહિતના મહેમાનોએ ર્માં જગદંબાની આરતીથી કાર્યક્રમની શરૂઆત કરી તેમજ નિર્ણાયકો પુજાબેન ધોળકીયા, પૂર્વીબેન વાગડિયા, કોમલબેન ઉપાધ્યાયએ 400 જેટલા ભુલકાઓમાંથી 40 જેટલા બાળકોને આજનાં પ્રિન્સ/પ્રિન્સેસનાં ચયન માટેની કપરી ભૂમિકા અદા કરી. બાલભવન રાજકોટનાં મંત્રી મનસુખભાઇ જોષી અને ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદી (હેલીબેન) સાથે માનવંતા મહેમાનોનાં હસ્તે તમામ વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું. બાલભવન રાજકોટનાં ઓફિસ સુપ્રીન્ટેન્ડેન્ટ કિરીટભાઇ વ્યાસનાં મેનેજમેન્ટ સાથે કાર્યક્રમનું સંચાલન પલ્લવીબેન વ્યાસ દ્વારા કરાયું હતું.