ભાણવડ તાલુકાના જશાપરમાં પૂ. ધીરગુરુદેવના અનુગ્રહથી શ્રીમતિ શારદા જહાટકીયા હોસ્પિટલ ગોંડલના ઉપક્રમે હાટકોલાના વતની અને વર્ષોથી મસ્તક (ઓમાન) વસતાં શ્રી રમેશભાઇ નાગરદાસ શાહની પ્રથમ પુણ્યતિથિ નિમિતે તા. 28-9-20 ને બુધવારે સવારે 9.30 થી 12 કલાકે ડો. ભાવેશ સોલંકી અને ટીમ દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન અને ઓપરેશન કેમ્પનું આયોજન શ્રી ચેતન આર. શાહ તરફથી કરવામાં આવેલ છે.
ડો.ની સલાહ મુજબ જરુરીયાત વાળા લોકોને બેતાળાના (નજીકના) ચશ્મા આપવામાં આવશે. આંખના દર્દીઓને લાભ લેવા અનુરોધ કરાયો છે. શ્રીમતિ માલિનીબેન કિશોરભાઇ સંઘવી સેવા સંકુલ, પ્રાથમિક શાળા સામે, જશાપર ખાતે કેમ્પ યોજાયેલ છે. વધુ વિગત માટે મો. નં. 98790 61756 નો સંપર્ક કરવો.