ખુશનુમા વાતાવરણમાં લાઈવ ઓર્કેસ્ટ્રાના તાલે ખેલૈયાઓ થનગની ઉઠ્યા
માં આદ્યશક્તિની આરાધનાનો તહેવાર આવી ચુક્યો છે.નવલા નોરતાને આવકારવા સમગ્ર દેશ-દુનિયાની આતુરતાનો અંત આવ્યો છે.બાળકો,યુવાઓ,વડીલો સહિત બધા લોકો ગરબાના તાલે થનગનવા સજ્જ થઈ ચૂક્યા છે,ઢોલ પર દાંડી પડવાનીને બસ હવે ગણતરીના ક્ષણો બાકી રહ્યા છે ત્યારે રાજકોટના ન્યારી ડેમ પાસે આવેલા મશફિ’ત ભફરય દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટમાં ન્યારી ડેમ પાસે આવેલા મશફિ’ત ભફરય દ્વારા રાગા પાર્ટી પ્લોટમાં નવરાત્રીને આવકારવા વેલકમ નવરાત્રીનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ આયોજન ઋષિ ગોહેલ,હર્ષ ભાલાળા અને શ્યામ ઉદેવાલ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું.વીશાળ સાઉન્ડ સિસ્ટમ સાથે લાઈવ ઓર્કેસ્ટ્રાના તાલે ખેલૈયાઓ થનગની ઉઠ્યા.આ આયોજનમાં બહોળી સંખ્યામાં ખેલૈયાઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.ચુસ્ત સિક્યોરિટી સાથે ફૂડ કોર્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.ન્યારી ડેમ પાસે આવેલા રાગા પાર્ટી પ્લોટ માં આ આયોજન કરવામાં આવ્યું હતું.આ વિશાળ પાર્ટી પ્લોટ માં આકર્ષક એન્ટ્રીગેટ તેમજ વિવિધ પ્રકારના ભવ્યાથી ભવ્ય ડેકોરેશન સાથે શણગારવામાં આવ્યો હતો.વીશાળ એલઇડી સ્ક્રીન,સ્ટેજ,સાઉન્ડ સિસ્ટમ દ્વારા આ આયોજનમાં ચાર ચાંદ લગાવવામાં આવ્યા હતા. તેમજ સુસજજ સિક્યોરિટી,બાઉનસરો સાથે સીસીટીવી કેમેરા અને બીજી ઘણી પ્રકારની સિક્યોરિટીની સુવિધા હતી.જેમને ગરબા રમતા ન પણ આવડતું હોય તેમને પણ તેમને પણ ગરબા રમવા મજબુર કરી દે એવા એસ.ડી.ગઢવીના લાઈવ બેન્ડ અને ભૂમિકા ગાથાણીના રાગ ગ્રુપના રેલાવેલા સુરો દ્વારા ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા હતા તેમજ આયોજન માં કોઈ કચાસ ના રહે એમ એક ફૂડ કોર્ટ ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.ગરબા રમીને આવતા ખેલૈયાઓએ મનપસંદ ભાવતા ભોજનીયાનો સ્વાદ લીધો હતો.
ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે : ઋષિ ગોહેલ
આયોજક ઋષિ ગોહેલ સાથેની અબતક મીડિયા ની ખાસ વાતચીતમાં એમને જણાવ્યું હતું કે અમે આ આયોજન એક દિવસ માટે કરેલું છે.આ આયોજનમાં એસ.ડી ગઢવી અને તેમની ટીમ દ્વારા લાઈવ બેન્ડ અને ભૂમિકા ગાથાણીના રાગ ગ્રુપના ગાયકોના તાલે યુવાધન થનગનવા આતુર છે.કોઈ અણબનાવ ન બને એ માટે સુસજજ સિક્યુરિટી,સીસીટીવી કેમેરા દ્વારા સમગ્ર ગ્રાઉન્ડ પાર બાજ નજર રહેશે અને એક ફૂડ કોર્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.આગળ આ જ રીતે અમે આયોજન કરવાના છીએ તમારા સાથે જોડાઈ રહો.
ખૂબ સારા આયોજન સાથે સિક્યોરિટીની સુવિધા છે,કોઈ ભય લાગતો નથી
અબતક મીડિયા સાથેની ખાસ વાતચીતમાં કાલાવડ થી આવેલા ખેલૈયા બિપાશા સોલંકી જણાવ્યું હતું કે એક સ્ત્રી તરીકે જ્યારે આવા કોઈ આયોજનમાં જઈએ ત્યારે એક પ્રકારનો ભય સતાવતો હોય છે પણ અહીં સિક્યુરિટી એટલી ચુસ્ત છે કે એવો કોઈ ભય લાગતો નથી. ખાસ કરીને લાઈવ ઓરકેસ્ટ્રા અને સાઉન્ડ સિસ્ટમ થી ગરબે રમવાની એક અલગ જ મજા આવે છે ઓનલાઇન મારફતે અને મિત્રો મારફતે આયોજનની જાણ થઈ હતી અને તરત જ અમે અહીં રમવા આવી ચૂક્યા છીએ.
છેલ્લા 11 વર્ષથી હું ગરબા રમવા જાઉં છું પરંતુ અહીં કંઈક અલગ જ ઉત્સાહ લાગી રહ્યો છે : મયંક દોશી
ખેલૈયા મયંક દોષીએ અબતક મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે એ છેલ્લા 11 વર્ષથી ઘણી બધી જગ્યાએ ગરબા રમવા જાય છે પરંતુ અહીં ગરબા રમવામાં કાંઈક અલગ જ ઉત્સાહ લાગી રહ્યો છે ખાસ કરીને તમામ આયોજન ખૂબ સરસ રીતે થયેલું છે.લાઈવ ઓરકેસ્ટ્રા અને સાઉન્ડના સથવારે એક-એક કલાકના બે રાઉન્ડ રમ્યા પછી પણ સમય કોઈ ખ્યાલ રહ્યો નથી અને જુસ્સો હજુ પણ બાકી છે.