નવરાત્રિ પર્વ વર્ષમાં ચાર વાર આવે છે. તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે, વર્ષમાં ચાર-ચાર નવરાત્રિ આવે છે તે ચારમાં ચૈત્રિ નવરાત્રી અને આસો નવરાત્રિ સુપ્રસિઘ્ધ છે. ચૈત્રિ નવરાત્રિમાં માતાજીના આરાધકો અને ભકતો પૂર્ણ શ્રઘ્ધા ભાવથી વ્રત, પુજન, ઉપવાસ અને માતાજીનું સ્થાપન કરી માઁના આશિર્વાદ મેળવે છે?
પ્રથમ નોરતુ માઁ શૈલપુત્રી, બીજું નોરતું માઁ બ્રહ્મચારીણો, ત્રીજું નોરતુ માઁ ચંદ્ર ઘંટા, ચોથું નોરતું માઁ કુષમાંડા, પાંચમું નોરતું માઁ સ્કંદ માતા, છઠ્ઠું નોરતું માઁ કાત્યાયની, સાતમું નોરતું માઁ કાલરાત્રિ, આઠમું નોરતું માઁ મહાગૌરી અને નવમું નોરતુ માઁ સિઘ્ધીદાત્રીની ભકિત આરાધના અને પુજન કરવામાં આવ છે. આ નવે નવ માતાજીના વિવિધ રૂપો છે. માઁ દુર્ગા મહિસાસુરને મારવા માટે નવ નવ દિવસ સુધી લડે છે. ને દિસમાં દિવસે ભયકર ક્રુર, ઘાતકી અને પાપી રાક્ષસ મહિસાસુર નો વધ કરે છે. એટલે દસમાં દિવસને વિજયદશમી તરીકે ઉજવવામાં આવે છે.
ભારતમાં સંભળાતા હોય છે એ જ રીતે ગુજરાતની ઓળખ એ નવરાત્રિ પર્વ છે. રાજકોટ, સુરત, અમદાવાદ, વડોદરા જેવા મહાનગરોમાં લાખો રૂપિયાના ખર્ચે આ પર્વની ઉજવણી થાય છે. તો દરેક ગામડે ગામડે નાના શહેરોમાં કોઇ ચોક, શેરી કે મહોલ્લો એવો નથી હોતો કે જયા ગરબી ન હોય..!
નવરાત્રિ પર્વના શુભારંભની સાથે શાસ્ત્રોમાં કહ્યું કે, તેમ પ્રથમ દિવસથી છેક દીવાળી સુધીના દિવસોને નવા દિવસ ગણાવામા આવે છે. લોકો ખુશ-ખુશાલ હોય છે.ખેતીના પાકોથી લોકોના ઘર ભયા ભર્યા હોય છે. ધંધાર્થીઓ વેપારીઓને વેપારથી ખુબ લાભ થયો હોય છે. આ નવ દિવસોમાં નવરાત્રિ પૂર્ણ થતાં જ વિજયાદશમી, શરદ પુનમ, રેટીયા બારસ, ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળી.. આમ પવિત્ર પર્વોની હારમાળા પાવન અને કલ્યાણકારી હોય છે.
તેમાં 14 વર્ષની નીચેની વય ધરાવતી દીકરીઓ ગરબા દ્વારા માતાજીની આરાધના કરે છે. તેના દર્શન કરવાથી માણસ કૃતાર્થ થાય છે. અર્વાચીન ગરબીમાં રાસ લેવામાં આવે છે. તેમાં લોકો દર્શન કરવા નહીં પણ સૌને નિહાળવા આવેછે. આટલો તાત્વિક ફરક બન્નેમાં છે.
ર્માં જગદંબાની આરાધના, ઉપાસના અને ભક્તિનો પર્વ એટલે પવિત્ર નવરાત્રિ: માંધાતાસિંહજી જાડેજા
રાજકોટના રાજવી માંધાતાસિંહજી જાડેજાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે માં જગદંબાની આરાધના ઉપાસના અને ભક્તિનો પર્વ એટલે પવિત્ર નવરાત્રી ભીતરની શક્તિને જગાડવાનો દિવ્ય પર્વ છે. નવરાત્રીના પ્રથમ દિવસે રાજકોટના નાગરિકોને હું નવલા નોરતાની શુભકામનાઓ પાઠવું છું વિશ્વમાં સૌથી નાનો મંત્ર મા છે સ્વાસ્થ્ય અને કર્મની નિરંતરતા વધારવા માટે તેમજ શોર્ય,શક્તિ,ભક્તિ અને લક્ષ્મી સરસ્વતી ની કૃપા મેળવવા માટે દેવો પણ માતાજીની આરાધના કરતા હોય છે. રાજ રાજેશ્વરી મા જગદંબા માં આશાપુરાના દર્શને આવતા ભક્તો માં ના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.