અદના આદમીની અડિખમ બેંક
- જામકંડોરણા ખાતે મળેલી બેંકની 63મી સાધારણ સભામાં બેંકના યુવા ચેરમેન જયેશભાઇ રાદડીયાએ રજૂ કર્યા અહેવાલ
- વિઠ્ઠલભાઈ રાદડીયા મેડિકલ સહાય યોજના હેઠળ ચૂકવતી સહાયમાં 25 ટકાનો વધારો કરાયો
સહકારી ક્ષેત્ર દેશભરમાં અવ્વલ દરજજાનું સ્થાન પ્રાપ્ત કરનાર રાજકોટ જિલ્લા બેંકની 63મી વાર્ષિક સાધારણ સભામાં બેંકના યુવા ચેરમેન અને પૂર્વ કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડીયાએ બેંકનો સને 2021-2022ના વર્ષનો ચોખ્ખોનફો રૂ. 61.50 કરોડ થયાની અને સભાસદોને 12 ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી.
છેલ્લા બે દાયકામાં રાજકોટ ડિસ્ટ્રિકટ બેંકને દેેશભરમાં મોખરાનું સ્થાન અપાવનાર સહકારી ખેડુત નેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાના અનુગામી તરીકે બેંકની જવાબદારી સંભાળનાર જયેશભાઈ રાદડીયાએ બેંકની જામકંડોરણા ખાતે સભાસદોની વિશાળ હાજરીમાં 63મી વાર્ષિક સાધારણ સભામાં સંબોધન કરતા જણાવેલ કે, ખેડુતોને સારા માઠા દરેક પ્રસંગમાં મદદ માટે રાજકોટ ડિસ્ટ્રિકટ બેંક કાયમી ધોરણે અડીખમ ઉભી રહી છે. અને તેથી જ ખેડુતોએ આ બેંકને ‘અદના આદમીની અડીખમ બેંક’ નામ આપ્યું છે.
રાજકોટ જિલ્લા સહકારી બેંક સહકારી ક્ષેત્રમાં નવા જ આયામો હાંસલ કયા છે. આ બેંકે ખેડુતોને કે.સી.સી. ધિરાણમાં કરોડો રૂપીયાની વ્યાજ માફી આપવા ઉપરાંત મ.મુ. ખેતી વિષયક લોનમાં ખેડુતોને 1% વ્યાજ રાહત તથા મંડળીઓને કે.સી.સી. ધિરાણમાં 1.50% માર્જીન આપવા છતા રાજકોટ ડિસ્ટ્રિકટ બેંકે રૂ.160 કરોડનો ગ્રોસ નફો અને રૂ.61.50 કરાષડનો ચોખ્ખો નફો કરેલ છે.
સભાસદોની શેરમૂડી ઉપર 12% ડિવિડન્ડ ચુકવવાની જાહેરાત કરી હતી જયારે બેંક મારફત ધિરાણ લેતા ખેડુત સભાસદોને વિઠલભાઈ રાદડીયા મેડીકલ સહાય યોજના હેઠળ કેન્સર કીડની, પથ્થરી, પ્રોસ્ટેટ, હાર્ટએટેક, પેરેલીસીસ તથા બ્રેઈન હેમરેજ જેવા મેજર રોગમાં મેડીકલ સારવાર માટે રૂ.12,000ની સહાય ચુકવવામાં આવે છે. તેમાં વધારો કરી રૂ.15000 ની સહાય ચુકવવાની જાહેરાત કરવામાં આવી છે.
તેઓએ આ તકે જણાવ્યું હતુ કે, જિલ્લા બેંકનું શેર ભંડોળ 102 કરોડનું છે રીઝર્વ ફંડમાં 82 કરોડનો વધાો થયો છે. અને રિઝર્વ ફંડ 688 કરોડે પહોચ્યું છે. જયારે 885 કરોડના વધારા સાથે થાપણો 7544 કરોડ 553 કરોડના વધારા સાથે ધિરાણ 4734કરોડ, 1438 કરોડના વધારા સાથે બેંકનો બિઝનેસ 12278 કરોડ, જયારે 482 કરોડના વધારા સાથે રોકાણ 4022 કરોડે પહોચ્યું છે. સીઆરએઆરમાં 0.15 ટકાનો ઘટાડો થયો છે. બેંક હાલ 199 શાખાઓ દ્વારા ગ્રાહકોને સેવા પુરી પાડી રહી છે.
બેંકની વિશિષ્ટ સિધ્ધીઓ અંગે માહિતી આપતા ચેરમેને જણાવ્યું હતુ કે બેંક તરફથી ખેડુતોને 2021-2022ના વર્ષમા રૂ. 3,249 કરોડનું ઝીરો ટકા વ્યાજ દરે કે.સી.સી. ધિરાણ તથા કિસાન ક્રેડીટ કાર્ડ અપાયા છે. ખેડુતોને રૂ.10 લાખનો અકસ્માત વિમો, ખેડુત સભાસદોને ગંભીર માંદગીના કિસ્સામાં રૂ.12 હજારની સહાય, બેંકની મુખ્ય કચેરીમાં 24 કલાક લોકર ઓપરેટીંંગ સેવા, બેંકની મુખ્ય કચેરીમાં સાંજના 3 થી રાત્રીનાં 10 વાગ્યા સુધી એકસ્ટેન્શન કાઉન્ટર ખોલી દાગીના ધિરાણની સુવિધા આ બેંકને નાબાર્ડ તરફથી પાંચ વખત બેસ્ટ પરર્ફોમન્સ એવોર્ડ મળેલ છે.
નાફસ્કોબ તરફથી ચાર વખત એન્યુઅલ પરર્ફોમન્સ એવોર્ડ તથા છેલ્લા દશ વર્ષની શ્રેષ્ઠ કામગીરી બદલ ડેકેડ એવોર્ડ દેશના ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે મળેલ છે.
નાબાર્ડ જેવી દેશની ટોચની સંસ્થા પણ અન્ય રાજયોની જિલ્લા બેંકોને રાજકોટ જિલ્લા બેંકના વહીવટી મોડેલનો અભ્યાસ કરવા મોકલે છે. વર્ષોથી બેંકનું નેટ એન.પી.એ.ઝીરો અને વસુલાત 99% થીઉપર છે.
તેઓએ વધુમાં ઉમેર્યુ હતુ કે, બેંક મારફત ખેતી વિષયક મંડળીઓનાં ધિરાણ લેતા સભાસદોને વિઠલભાઈ રાદડીયા મેડીકલ સહાય યોજના હેઠળ કેન્સર, કિડની, પથ્થરી, પ્રોસ્ટેટ, હાર્ટએટેક, પેરાલીસીસ કે બ્રેઈન હેમરેજ જેવા રોગોની સારવારમાં થતા ખર્ચ સામે અહેવાલના વર્ષ દરમ્યાન 363 સભ્યોને કુલ રૂ. 43.18 લાખની સહાય ચુકવેલ છે. તેમજ ખેતી વિષયક મંડળીઓનાં ધિરાણ લેતા સભાસદોને રૂ.10 લાખનું અકસ્માત વિમા કવચ બેંક તરફથી પુરૂ પાડેલ છે.બેંકે આરટીજીએસ, એનઈએફટી, આઈએમપીએસ, એસએમએસ એલર્ટ મોબાઈલ બેંકીંગ જેવી ટેકનોલોજી સાથે બેંકીંગ સેવાઓ શરૂ કરેલ છે. બેંકની કોઈપણ શાખેએથી આરટીજીએસ/એનઈએફટી કરી ઝડપથી નાણાંકીય હેરફેર કરી શકાય છે. ગ્રાહકોના બેંક ખાતામાં થયેલ વ્યવહારની એસએમએસ એલર્ટથી ગ્રાહકને તુરંત જાણકારી મળી જાય છે. જેના કારણે થાપણદારોનો વિશ્ર્વાસ વધેલ છે. તેમજ બેંકીંગ સેવાઓથી વંચિત અંતરીયાળ વિસ્તારના ગામોમાં પણ લોકોને બેંકીયગ સેવાઓ તરફ વાળવા નાણાંકીય સાક્ષરતા (ફાયનાન્સીયલ લીટરેસી) લાવવા બાબતેનાં રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના અભિગમને ધ્યાને લઈ આ બેંક રાજકોટ તથા મોરબી રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના અભિગમને ધ્યાને લઈ આ બેંક રાજકોટ તથા મોરબી જિલ્લામાં નિયત કાર્ય વિસ્તારમાં કુલ 199 શાખાઓમાં સીબીએસ નેટવર્ક સાથે તમામ પ્રકારની બેંકીગ સેવાઓ પુરી પાડે છે.
બેંકની પ્રસંશનીય કામગીરીથી પ્રભાવિત થઈ નાબાર્ડએ પાયોનિયર બેંક ડીકલેર કરી દેશની અન્ય જિલ્લા સહકારી બેંકો અને સ્ટેટ કો. ઓપરેટીવ બેંકોનાં બોર્ડ ઓફ ડિરેકટર્સ તથા મેનેજરીયલ સ્ટાફને આ રજીસ્ટ્રારની કચેરીનાં અધિકારીઓને આ બેંકની બેનમૂન કામગીરીનો અભ્યાસ કરવા તાલીમ અનુભવ મેળવવા બેંકની મુલાકાત લેવા સુચન કરી નાબાર્ડ તરફથી તેમના ખર્ચે આ બેંકમા તાલીમ માટે મોકલવામાં આવે છે. અહેવાલના વર્ષ દરમ્યાન 37 વ્યકિતઓએ આ બેંકની મુલાકાત લઈ આ બેંકની ડિપોઝીટ, ધિરાણ, વસુલાત, લોકર વ્યવસ્થા, મેનેજમેન્ટ સીસ્ટમ અને બોર્ડએ સતાનું વિકેન્દ્રીકરણ કરી ઝડપી સેવા માટે શાખાઓ અને મેનેજરોને આપેલ અધિકારો અને પારદર્શક વહીવટ વિગેરે બાબતે બેનમુન કામગીરી તેમજ બેંક સાથે જોડાયેલ મંડળીઓની 99% થી ઉપર વસુલાતથી પ્રભાવિત થઈ બેંકના મેનેજમેન્ટ તથા બોર્ડ ઓફ ડિરેકટર્સને આવી ઉદાર નિતિને બિરદાવી ધન્યવાદ પાઠવ્યા હતા.