બાલભવન રેસકોર્સ ખાતે 8 ઓકટોબરે મોન્ટુ મહારાજ ધૂમ મચાવશે: અલ્પાહાર, ઇનામો રખાશે: ‘અબતક’ ના આંગણે આયોજકોએ આપી માહીતી
સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આગામી તા. 8-10 શનિવારે બાલભવન રેસકોષ ખાતે નવરાત્રી મહોત્સવ અંતગત શરદોત્સવ રામગરબાનું આયોજન કરેલ છે. ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલ દર્શિતભાઇ જાની, જનાર્દન આચાર્ય, ડો. અતુલ વ્યાસ, કમલેશ ત્રિવેદી, નિલક ભટ્ટ, ધાત્રીબેન ભટ્ટ, હરેશભાઇ જોશી, જયંતભાઇ ઠાકરે વિશેષ વિગતો આપી હતી.
યુવક-યુવતિઓ નું જોમ જુસ્સો, ઉત્સાહ વધારવા, સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટનાં પૂર્વ પ્રમુખ કશ્યપભાઇ શુકલ વર્તમાન પ્રમુખ દર્શીતભાઇ જાનીનાં સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ બ્રાહ્મણ સમજના યુવક-યુવતિઓ માટે આગામી તા. 8-10 ના શનિવારના રોજ એક દિવસ માટ શરદોત્સવ રાસ ગરબનું ભવ્ય આયોજન કરેલ છે. તો જ ભૂદેવો બ્રહ્મ પરિવાર રાસ ગરબા રમવા ઇચ્છતા હોય તેઓ માટે પાસ વિતરણ બ્રાહ્મણ બોડીંગ 6, રજપુત પરા ખાતે પાસ મેળવી લે. તેવી આ તકે અપીલ કરવામાં આવેલ છે.
રમાનાર ખેલૈયા માટે અલ્યાહારમાં પીઝા, પાઉભાજી સહીત ખાણીપીણીની વ્યવસ્થા વિનામૂલ્યે રાખવામાં આવેલ છે.
સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટનાં યોજાયેલ રાસ ગરબા કાર્યક્રમમાં કેન્દ્રીય ભારત સરકાર ના રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા સહીત શહેરના પ્રતિષ્ઠીત બ્રહ્મ ઉઘોગપતિ (રોેલેક્ષ), મનીષભાઇ મંદેકા તેમજ ભવાની ગ્રુપના સુરેશભાઇ નંદવાણા વિ. સહીત શહેરના પ્રતિષ્ઠીત બ્રહ્મ આગેવાનો સાથે આવડા મોટ સમુહમાં રમનાર રાસ ગરબા વિજેતાને ઇનામ રુપે પ્રોત્સાહીત કરાશે. જેઓના વરદ હસ્તે ઇનામો અપાશે.
શરદોત્સવ રાસ ગરબા આયોજનને ચાર ચાંદ લાગે અને સફળ બની રહે તે માટે સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટના હોદેદારો કારોબારી સભ્યો, આખી ટીમ પૂર્વ પ્રમુખ કશ્યપભાઇ શુકલ, વર્તમાન પ્રમુખ દર્શીતભાઇ જાની, મહામંત્રી દિપકભાઇ પંડયા, પૂર્વ પ્રમુખ જનાર્દન આચાર્ય સહીત જીજ્ઞેશભાઇ ઉપાઘ્યાય, કમલેશભાઇ ત્રિવેદી, શૈલેષભાઇ જાની, નલીનભાઇ જોશી, ડો. અતુલભાઇ વ્યાસ, ડો. દક્ષેશભાઇ પંડયા એડવોકેટ પ્રશાંતભાઇ જોશી, જયેશભાઇ જાની, યોગેન્દ્રભાઇ લહેરુ, જયેશભાઇ ઉપાઘ્યાય, બંકીમભાઇ મહેતા, જયેશભાઇ ભટ્ટ, યોગેશભાઇ ભટ્ટ તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ (મહીલા પાંખ) નીલમબેન ભટ્ટ, ધાત્રીબેન ભટ્ટ, સુરભીબેન આચાર્ય, ભાવનાબેન જોશી તમામ હોદેદારો આખી ટીમ જહેમત ઉઠાવી રહેલ છે.
પ્રચાર પ્રસારણ વ્યવસ્થા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રવકતા જયંતભાઇ ઠાકર, સમગ્ર મીડીયા ઇન્ચાર્જ તરીકે હરેશભાઇ જોશી સંભાળી રહેલ છે.કાર્યક્રમ આયોજન વધુ વિગત સંપર્ક પ્રમુખ દર્શીતભાઇ જાની બ્રાહ્મણ બોડીંગ રજપુતપરા-6, મો.નં. 98790 09392 પર સંપર્ક કરવા જણાવાયું છે.