પ્રખ્યાત કલાકારો હાઈટેક સાઉન્ડ લાઈટ સિસ્ટમ પારિવારિક માહોલથી ‘અબતક રજવાડી’નો રાજાશાહી માહોલ
અનોખું ગુજરાત અને એમાંય રાજકોટ એટલે કાંઈક અલગ અને એમાં પણ નવરાત્રી માં યુવાધન રાહ જોઈતું હોય ત્યારે છેલ્લા દસ વર્ષથી રાજકોટના બાલાજી હોલ પાછળ આવેલ ધોળકીયા સ્કૂલની સામે આવેલા વિશાળ પટાંગણમાં દર વર્ષની માફક આ વર્ષે એમ.વી. કલબ પ્રેઝન્ટ ‘અબતક રજવાડી ’રાસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
તા . 26 સપ્ટે . થી 4 ઓકટો . સુધી ચાલનારા આ નવરાત્રી મહોત્સવમાં વિશાળ 4000 ખૈલેયાઓ રમી શકે તેવો પ્લે એરીયા , સીસીટીવી કેમેરા , વિશાળ સ્ટેઝ , 125000 વોટ લાઈન એ22 સાઉન્ડ સીસ્ટમ ઈફેકટ સાથે ખૈલેયાઓ મન મૂકીને રાસગરબાની રમઝટ બોલાવશે .
સમગ્ર ગ્રાઉન્ડમાં સોહામણા મંડપ અને લાઈટ ડેકોરેશનથી ગ્રાઉન્ડ ઝળહળી ઉઠશે સમગ્ર આયોજનમાં સિક્યુરીટી બાઉન્સરના માધ્યમથી ચુસ્ત વ્યવસ્થા જાણવવામાં આવશે.તેમજ આવનાર તમામ ખૈલેયાઓને રાજકોટ પોલીસની સૂચના અનુસાર મેટલ ડીટેકટથી ચેક કયા બાદ જ પ્રવેશ આપવામાં આવશે તેમજ તમામ સભ્યોના જરુર પડયે આધાર કાડ તપાસવા આવશે.
રાજકોટના યુવાધનને ઘેલુ લગાડનાર આ નવરાત્રી મહોત્સવમાં સુરનો માણીગર રીયાઝ કુરેશી , ગોવિંદ ગઢવી કંઠની કોયલ આરતી ભટ્ટ તેમજ જીલ એન્ટટાઈમેન્ટ પ્રેઝન્ટ ઈમરાન કાનીયા ટીમ ધૂમ મચાવશે . એંકર તરીકે સુરતની ઝલક જોશી સંચાલન કરશે . આ ‘અબતક રજવાડી’ રાસ મહોત્સવને મુખ્ય સ્પોન્સર તરીક એ પી એસ . (ઓસ્ટ્રેલીયન સોલાર સીસ્ટમ) નો સાથ સહકાર મળ્યો છે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા ચેરમેન વિશાલ પટેલ , પ્રેસીડેન્ટ અમીત કમાણી , વા.ચેરમેન મોહિત વધાસીયા , વા . પ્રેસીડેન્ટ હરી પ્રજાપતી , કો ઓડનેટર તરંગ રુપાપરા , ગૌ2વ પટેલ , આત્મન ગ્રુપના સંજયસિંહ ઝાલા , હિરેન પટેલ , વિરાજસિંહ ઝાલા તેમજ કમીટી મેમ્બર જીતેન જડીયા , રોશલ સગપરીયા , વસીમ ડાકોરા , જયપાલ ચાવડા , હિરેન રોકડ , લેરીશ વીરપરીયા, હાર્દિક સખીયા , ભગીરથ ખાચર , ભાવેશ સોરઠીયા , નિકુંજ ટોપીયા , ચિરાગ ડોબરીયા , યશ વસોયા , ધવલ જાદવ , મુકેશ પ્રજાપતી , સુરેશ નસીત , વિમલ ખાત્રાણી , રાજ લીબાસીયા , સાગર કીહોર , વિરાજ પટેલ , રાહુલ લીબાણી , એજાજ ડાકોરા , રાજ પાગડા, આદિત્ય મકવાણા , નીખીલ સગપરીયા , જય બારોટ , રાહુલ જાવીયા , કાનજીભાઈ કાકડીયા , નિરવ વેકરીયા , સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહયા છે. પાસ માટે એસ.એફ.74 શ્રીમદ ભવન , કાંન્તા વિકાસગૃહની સામે , ઢેબર રોડ ખાતે સવારે 10 થી 5 સંપર્ક કરવો.
‘અબતક રજવાડી’ના ગ્રાઉન્ડમાં સીસીટીવી સહિત સજજડ સુરક્ષા વ્યવસ્થા: ચેરમેન વિશાલ પટેલ
અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા ચેરમેન વિશાલ પટેલે જણાવ્યું હતુ કે નવલીન વરાત્રક્ષના આયોજનમાં હંમેશા અગ્રેસર રહેલાછે એવા અબતક રજવાડી આ વખતે નવા નવા આકર્ષણો સાથે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર સાઉન્ડ સીસીટીવી કેમેરા તેમજ 125000 વોટ લાઈન એરર સાઉન્ડ સીસ્ટમ ઈફેકટ સાથે ખેલૈયાઓ મનમૂકી ને રાસ ગરબાની રમઝટ બોલાવશે.