આઇસીસી ગઇકાલે જાહેરાત કરી છે કે 2023માં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ લંડનના ધ ઓવલમાં રમાશે અને લોડ્સ ગ્રાઉન્ડ-2025 ડબલ્યુટીસીની ફાઇનલની યજમાની કરશે. આઇસીસીના મુખ્ય અધિકારી જ્યોફે જણાવ્યું હતું કે આગામી બે સિઝનની ફાઇનલ માટે બે પ્રતિષ્ઠિત ગ્રાઉન્ડને યજમાની સોંપવાનું નિર્ણય કરાયો છે.
2023ની ફાઇનલની યજમાની ધ ઓવલને સોંપવામાં આવી છે. કારણ કે આ ગ્રાઉન્ડ ઐતિહાસિક છે અને કેલેન્ડર મુજબ ફાઇનલ વખતે શાનદાર વાતાવરણ રહેશે. જ્યોફે વધુમાં જણાવ્યું હતું કે 2025ની ફાઇનલ અમે લોર્ડ્સમાં જ રમાડીશું. જે ટેસ્ટ ક્રિકેટના ટાઇટલ મુકાબલા માટે સૌથી યોગ્ય મેદાન છે. સાઉથમ્પ્ટન ખાતે ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ એક મનોરંજનવાળો મુકાબલો બન્યો હતો અને મને ખાતરી છે કે વિશ્ર્વના સમર્થકો ધ ઓવલ ખાતે રમાનારી આગામી ફાઇનલની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. 2023 અને 2025માં રમાનારી બંને ફાઇનલની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જુલાઇમાં બર્મિગહામ ખાતે આઇસીસીની વાર્ષિક સામાન્ય સભા દરમિયાન ઇંગ્લેન્ડને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આગામી બે ફાઇનલના યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આઇસીસીએ અન્ય ઇવેન્ટ્સની યજમાની કરનાર દેશોની પણ જાહેરાત કરી હતી.