અમિતાભ બચ્ચનને પોસ્ટર ભેટ આપીને શોલે ફિલ્મના ડાયલોગની યાદ અપાવી
રાજકોટ સ્ટેટ બેંકના નિવૃત મેનેજર હરેશ જગદીશચંદ્ર ભટ્ટ તથા તેમના પુત્ર અભિષેક ભટ્ટ આજે રાત્રે કોન બનેગા કરોડપતિ કેબીસી ના શો ઉપર ઓડીયન્સમાં પ્રથમ હરોળમાં જોવા મળશે. આજનાં અપીસોડમાં કરોડપતિ થનાર અને એક કરોડ જીતનાર પ્રથમ ખેલાડી આ 2022ના કવિતા ચાવલા, કોલ્હાપુર શો દરમ્યાન સતત 3 કલાક શુટીંગ દરમ્યાન બંને પિતા પુત્ર ભાતીગળ પહેરવેશમાં સાફા પહેરીને હાજર રહ્યા હતા તથા બચ્ચનને સન્મુખ જોવાનો, મળવાનો, બીગબીના પોસ્ટર ભેટ આપવાનો તથા ઓટોગ્રાફ લેવાનો લ્હાવો લીધેલ હતો.
હરેશ ભટ્ટ , અમિતાભ બચ્ચનનાં ચાંહક હોવાને નાતે તેમના બંને સંતાનોના નામ પણ શ્વેતા અને અભિષેક જ રાખેલ છે . જે પૈકી અભિષેક ભટ્ટને અભિતામ બચ્ચન મળવાનો મોકો મળેલો હતો.
14 સપ્ટેમ્બરના હાજર રહીને હરેશ ભટ્ટે , જી.પી.સીપ્પી નો જન્મ દિવસ હોય તેની યાદગાર ’ શોલે ’ ફિલ્મની યાદ અપાવી હતી અને તેનો ડાયલોગ ઈસમેં કૌન સી બુરી બાત હૈ , ગાના સુનને તો રાજા, મહારાજા ઉંચે ઉંચે ખાનદાન કે લોગ જાતે હૈ’ યાદ કરાવીને બચ્ચનની પ્રસંશા મેળવી હતી. હરેશ ભટ્ટે તેમના પરિવારનું તથા બચ્ચન પરિવારનું પોસ્ટર નામ પ્રિન્ટ કરાવીને ઉલ્લેખ કરીને બચ્ચનને ભેટ આપેલ હતું.