• સુરતમાં નવરતન સોની ચીફ્ કમિશનર તરીકે નિમાયા : દેશભરમાં આવકવેરા વિભાગમાં પ્રિન્સિપલ કમિશનરોની બદલી અને બઢતી કરાઈ
  • જામનગરમાં પ્રિન્સિપલ કમિશનર તરીકે સંદીપ જૈનને જવાબદારી સોંપા

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા સમગ્ર દેશમાં આવકવેરા વિભાગના  પ્રિન્સિપલ કમિશનરોની બદલી અને બળતી કરાય છે આ પ્રક્રિયા થવાની સાથે એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે હાલ જે આવકવેરા વિભાગમાં કામનું ધારણ જે રીતે વધતું જોવા મળ્યું હતું અને સામે જે જગ્યાઓ ખાલી પડેલી હતી તેને ભરવા માટે સીબીડીટીએ આ મહત્વપૂર્ણ પગલું લીધું છે. હાલ ભારતના અનેક શહેરોમાં આવકવેરા વિભાગમાં ઘણી ખરી જગ્યાઓ ખાલી પડેલી છે જે હજુ પણ ઇન્ચાર્જ ઉપર નિર્ભર છે ત્યારે બોર્ડ દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય ઘણાખરા અંશે કામનું ભારણ ઘટાડશે.

હાલ અમદાવાદ ખાતે ડીજી ઇન્વેસ્ટીગેશનના અધિકારી તરીકે પૂનાના પ્રવીણકુમારને અતિરેક ચાર્જ આપવામાં આવ્યો છે ત્યારે આવનારા દિવસોમાં હજુ પણ અમદાવાદ ડીજી ઇન્વેસ્ટીગેશન ના હેડની ભરતી કરવામાં આવશે. બીજી તરફ સરકાર અને નાણા વિભાગ દ્વારા જે ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ અમલી બનાવવામાં આવી હતી. તે ખાતાની સાથે આ વિભાગમાં પ્રિન્સિપલ કમિશનરોની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી અને એક કમિશનરને એકથી વધુ ચાર્જ પણ આપવામાં આવ્યા હતા પરંતુ હાલ જે નિયુક્તિ કરવામાં આવી છે તેનાથી ઘણા ખરા ફાયદાઓ હવે આવકવેરા વિભાગમાં જોવા મળશે અને જે લાંબા સમયથી જે પડતર કામો છે તેને પણ હવે પૂરા કરવામાં આવશે. રાજકોટ ખાતે આરઇએસસીના પ્રિન્સિપલ કમિશનર તરીકે હરિપ્રસાદ મીનાની નિયુક્તિ કરવામાં આવી છે. બીજી તરફ રાજકોટ આવકવેરા વિભાગ અને જામનગર કચેરી ખાતે પણ પ્રિન્સિપલ કમિશનરની ખાલી પડેલી જગ્યા હાલ ઇન્ચાર્જ પ્રિન્સિપલ કમિશનર અમદાવાદ દ્વારા ભરવામાં આવેલી છે ત્યારે સરકાર અને બોર્ડ દ્વારા જે બદલીનો દોર ચાલુ કરવામાં આવ્યો છે તેમાં હવે રાજકોટને પણ રેગ્યુલર પ્રિન્સિપલ કમિશનર મળશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

સમગ્ર દેશભરમાં 150થી વધુ પ્રિન્સિપલ કમિશનરોની બદલી કરવામાં આવી છે, જેમાં અમદાવાદ ખાતે સાત નવા પ્રિન્સિપલ  કમિશનરોને મુકવામાં આવ્યા છે.  સીબીડીટીએ 150થી વધુ પ્રિન્સિપલ  કમિશનરોની બદલીના હુકમ કર્યા છે. જેમાં ગુજરાતમાં 12 નવા  પ્રિન્સિપલ કમિશનરોને  મૂકવામાં આવ્યા છે. અમદાવાદમાં સાત નવા પ્રિન્સિપલ કમિશનર તેમજ રાજકોટ, સુરત અને જામનગરમાં પણ નવા પ્રિન્સિપલ  કમિશનરોની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદના પ્રિન્સિપલ કમિશનર ટીડીએસના અજય અત્રીની પીસીઆઈટી-1 તરીકે ઈન્દોર ખાતે બદલી કરવામાં આવી છે.

અમદાવાદમાં પ્રિન્સિપલ  કમિશનર તરીકે સંદીપ જૈન, રાજીવ વૈષ્ણવ, મહેશકુમાર, રાજેશકુમાર ગુપ્તા, રમેશ પરબત બનવારીલાલ અને રાજેશ સિંહાની નિમણૂકો કરવામાં આવી છે. તમામ જગ્યાઓ ભરાઈ જતા અમદાવાદ ટીડીએસના પ્રિન્સિપલ ચીફ્ કમિશનર તરીકે બનવારીલાલની નિમણૂક કરવામાં આવી છે. આ બદલી થતા સમગ્ર રાજ્યમાં જે આવકવેરા વિભાગના પડતર કામો રહેલા હતા તે હવે ઝડપભેર પૂર્ણ કરાશે અને સાથો સાથ રાજકોટની પણ ખાલી પડેલી પ્રિન્સિપલ કમિશનરની જગ્યાઓને પણ આગામી દિવસોમાં ભરવામાં આવે તો નવાઈ નહીં. અમદાવાદના પ્રિન્સિપલ કમિશનર રાજકોટ અને જામનગર નો અતિરેક ચાર્જ સંભાળી રહ્યા છે.

અમદાવાદમાં ઘણા સમયથી પ્રિન્સિપલ  કમિશનરોની જગ્યા ખાલી પડેલી હતી. આ ખાલી જગ્યા ઉપર નવા પ્રિન્સિપલ કમિશનરની નિમણૂક કરવામાં આવી છે.

રાજકોટમાં હરિપ્રસાદ મીના અને વડોદરામાં અંકુર ગર્ગની નિમણૂક કરવામાં આવી છે. સુરતમાં સંજય રાય અને જામનગરમાં સંદીપ જૈનની નિમણૂક કરવામાં આવી છે. સુરતમાં નવરતન સોનીની પણ ચીફ્ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.