ગુજરાતમાં પણ પ્રાચીન વિરાસતની સંભાળ માટે જયાબેન ફાઉન્ડેશન અડીખમ
સૌરષ્ટ્રમાં શોધાયેલ પ્રાચીન સંસ્કૃતિના સ્થળો બચાવવા માટે કાર્યરત જયાબહેન ફાઉન્ડેશન ધ્વારા ગુજરાતનુ 4પ00 વર્ષ પ્રાચીન હરપ્પ્ન સંસ્કૃતિનું કિલ્લેબંધ નગર રોજડી (શ્રીનાથગઢ) જી.રાજકોટ તેમજ 1800 વર્ષ પ્રાચીન વિશ્વપ્રસિધ્ધ બૌધ્ધગુફા ખંભાલીડા જી. રાજકોટને બચાવવા, ઉપરાંત પુરાતત્વ વિભાગને શોધાયેલ પ્રાચીન સ્થળો બચાવવા અને નવા શોધવા પુરતો સ્ટાફ અને સાધનોથી સજ્જ કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલા, રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, પુરાતત્વ વિભાગના મંત્રી હર્ષભાઇ સંધવી, વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામભાઇ રાઠવા તથા પુરાતત્વ વિભાગના નિયામકશ્રીને વિસ્તૃત લેખીત રજુઆત કરવામાં આવેલ છે.
પરેશ પંડયાએ જણાવેલ છે કે રોજડી ખાતે 19પ8-પ9માં ઉત્ખનન કરી શોધાયેલ 4પ00 વર્ષ પ્રાચીન હરપ્પન સંસ્કૃતિના નગરની નોંધ તે સમયે દેશ અને વિદેશમાં લેવામાં આવેલ હતી. ઉત્ખનન દરમ્યાન આ સ્થળેથી 4પ00 વર્ષ પહેલાના માનવી તે સમયે ઉપયોગમાં લેતા તે જુદાજુદા પ્રકારના વાસણો, ઓજારો, અલંકારો, મકાનો વિગેરે મળી આવેલ.
જયાબહેન ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી પરેશ પંડયા માંગણી કરતા જણાવે છે કે ગુજરાત રાજયમાં 1800 વર્ષ પ્રાચીન વિશાળ શિલ્પો ધરાવતી એક માત્ર બૌધ્ધગુફા ખંભાલીડા ખાતે આવેલ છે, જે સમગ્ર પશ્ચીમ ભારતનું સૌથી પ્રાચીન બૌધ્ધશિલ્પ સ્થાપત્ય છે, જેના શિલ્પો ખુલ્લામાં છે, ખવાતા જાય છે, તેને બચાવવાની તાત્કાલીક જરૂરત છે.
પરેશ પંડયા ગુજરાત રાજયના પુરાતત્વ વિભાગને સ્ટાફ અને આધુનીક સાધનોથી સજ્જ કરવાની માંગણી કરતા જણાવે છે કે સૌરાષ્ટ્ર પ્રાચીન સંસ્કૃતિથી ભરપુર વિસ્તાર છે, અહિ પ્રાચીન સંસ્કૃતિ નો ભંડાર છે, નવાં સ્થળો શોધવા સ્ટાફ જ નથી. જે ખુબ નિરાશાજનક પરિસ્થીતી છે. અહિ રાજકોટ ખાતે આવેલ પુરાતત્વ વિભાગની સર્કલ ઓફીસમાં વર્ષો જુનુ સ્ટાફનું મહેકમ ર6 કર્મચારીનું છે. જેનુ કાર્યક્ષેત્ર 11(અગીયાર) જીલ્લાનું છે. તેમજ શોધાયેલ આશરે 180 રક્ષીત સ્મારકની જાળવણીની જવાબદારી પણ છે. અહિ છેલ્લા આશરે આઠ વર્ષ થયા સહાયક પુરાતત્વ નિયામકની જગ્યા ખાલી છે. વહીવટી જગ્યાઓ ખાલી છે. એક સબ ઓવરસીયર અને તકનીકી સહાયકની જગ્યા લાંબા સમય પછી હાલમાં ભરાયેલ છે અને આ ફકત બે કર્મચારી જ કાયમી કાર્યરત છે.
બીજા રાજયોની જેમ ગુજરાત પણ પોતાની પ્રાચીન વિરાસત સાચવે તે જરૂરી છે. વિશ્વના અમુક જ દેશોમાં છે તેવી હજારો વર્ષ પ્રાચીન સંસ્કૃતિ આપણાં ગુજરાતમાં છે તેની યોગ્ય જાણકારી આજની અને આવતી પેઢીને પણ મળે તે માટે રાજ્ય નાં પુરાતત્વ વિભાગ ને સજ્જ બનાવવું અનિવાર્ય છે. જયાબહેન ફાઉન્ડેશન 2003 થી પ્રાચીન સંસ્કૃતિ બચાવવા એક અભિયાન ચલાવે છે તેમ અંતમાં પરેશ પંડ્યા એ જણાવેલ છે.