- ઓસ્ટ્રેલિયાની 25થી વધુ યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓને અભ્યાસ સાથોસાથ જોબની માહિતીથી કર્યા અવગત
- 700 વિદ્યાર્થીઓ ઑસ્ટ્રેલિયા યુનિ એક્સપોની મુલાકત લીધી
વિદેશ અભ્યાસ જવા માટેનો વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જાવા મળતો હોય છે. છેલ્લા 30 વર્ષથી રાજકોટની જાણીતી ટ્રાન્સ ગ્લોબલ એજ્યુકેશન સ્પેશિયાલિટી સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને સચોટ માહિતી તથા માર્ગદર્શન સાથે વિદેશની વિવિધ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા મદદરૂપ બની છે.ટ્રાન્સ ગ્લોબલ દ્વારા ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા ઈચ્છતા હોય એવા વિદ્યાર્થીઓ માટે ગુજરાતના સૌથી મોટો ઓસ્ટ્રેલિયા યુનિ એક્સ્પો 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની 30થી વધુ યુનિવર્સિટી એક જ છત નીચે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા આવી હતી.
અહીં આવેલી યુનિવર્સિટીમાંથી 2થી 3 યુનિવર્સિટી વર્લ્ડના ટોપ 50 યુનિવર્સિટી માની છે.700 જેટલા વિદ્યાર્થીઓએ એક્સપોની મુલાકાત લીધી હતી.પીટી અને ટોફેલનું સેન્ટર ટ્રાન્સગ્લોબ છે.જેની માહિત પણ વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવી હતી. ટ્રાન્સ ગ્લોબલ દ્વારા આયોજિત ઓસ્ટ્રેલિયા યુનિટ એક્સપો 2022ના માધ્યમથી વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે જવા પેપર વર્કથી લઇ ત્યાં રહેવા કરવાથી માંડી તમામ જુદી જુદી માહિતીથી અવગત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટ્રાન્સ ગ્લોબ ના ડિરેક્ટર મોનીલ મહેતા તથા ટીમેં જહેમત ઉઠાવી હતી.
એક્સપોથી વિદ્યાર્થીને સીધા યુનિવર્સિટી સાથે રૂબરૂ કરવામાં આવે છે: મોનિલ મહેતા(ડિરેકટર)
ટ્રાન્સ ગ્લોબ એજ્યુકેશનમાં ડિરેક્ટર મોનીલ મહેતાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયન યુનિ એક્સપો 2022 ગુજરાતનો સૌથી મોટો એક્સપો છે.અમારા દ્વારા વિદ્યાર્થીઓની કારકિર્દી માટેની સચોટ માર્ગદર્શન સાથેની જહેમત ઉઠાવવામાં આવે છે. 700 જેટલા વિદ્યાર્થીઓએ એક્સપોની મુલાકત લીધી હતી.તમામ વિદ્યાર્થીઓને જુદી જુદી માહિતીથી અવગત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને એક્સપોના માધ્યમથી ખૂબ ફાયદો થતો હોય છે. ધોરણ 12 બાદ ઓસ્ટ્રેલિયા અભ્યાસ કરવા ઇચ્છકુ એવા વિદ્યાર્થીઓને પણ ખૂબ સારી માહિતી અહીંથી મળે છે.એજ્યુકેશન લોન વિશેનું માર્ગદર્શન પણ વિદ્યાર્થીઓને અહીં પૂરું પાડવામાં આવે છે.
લાયક વિદ્યાર્થીની 48 કલાકમાં એપ્લિકેશન મંજૂર થઈ જાય છે: સાક્ષી લાંબા(રીપ્રેઝન્ટેટિવ)
ઓસ્ટ્રેલિયાની વેસ્ટન સીડની યુનિવર્સિટીના રીપ્રેઝન્ટેટિવ સાક્ષી લાંબાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સારી સ્કોલરશીપ પૂરી પાડવામાં આવે છે. વિદ્યાર્થીને યુનિવર્સિટી ખાતેથી 3 હરાજથી લઈ 6 હજાર ડોલરની સ્કોલરશીપ પૂરી પાડવામાં આવે છે. અમારી યુનિવર્સિટી દ્વારા લાયક વિદ્યાર્થીની એપ્લિકેશનને 48 કલાકમાં જ મંજૂર કરી આપવામાં આવે છે.એક્સપોનો આ મોટો ફાયદો વિદ્યાર્થીઓને મળી રહે છે.
વિદ્યાર્થીઓએ અચૂક આવા એક્સપોની મુલાકાત કરવી જરૂરી: મંથન વસાણી(વિદ્યાર્થી)
એક્સપોની મુલાકાતે આવેલ વિદ્યાર્થી મંથન વસાણીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ માટે આવા એક્સ્પો ખૂબ ફાયદાકારક સાબિત થતા હોય છે એક વખત વિદ્યાર્થીઓએ અચૂક આવા એક્સપોની મુલાકાત કરવી જરૂરી. ઓસ્ટ્રેલિયાની એડિટ કોમ યુનિવર્સિટીના રીપ્રેઝન્ટિટીએ કોર્ષ,સ્કોલરશીપ વિશે ખૂબ સારી માહિતી પુરી પાડી.