- રાજકુમાર કોલેજ ટ્રસ્ટના પ્રેસીડેન્ટ તરીકે ઠાકોર સાહેબ માંધાતાસિંંહ
- રજવાડાઓની પ્રતિષ્ઠિત સંસ્થામાં સેલ્યુટ અને નોન સેલ્યુસ્ટેટો વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં બિનહરિફ ચૂંટાયા
રાજકોટ શહેરમાં 150 વર્ષ જૂની ઐતિહાસિક સંસ્થા રાજકુમાર કોલેજ કાર્યરત છે. સૌરાષ્ટ્રના સેલ્યુટ અને નોન સેલ્યુટ સ્ટેટના રજવાડાઓ દ્વારા આ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલ. આ સંસ્થાના બંધારણની જોગવાઈ અનુસાર દર પાંચ વર્ષે ચુંટણી યોજવામાં આવે છે.
આ સંસ્થામાં અગાઉ સેલ્યુટ અને નોન સેલ્યુટ વચ્ચે મતમતાંતર હતા. તે અન્વયે લીટીગેશન થયેલું પરંતુ સંસ્થાના હીતમાં સેટ અને નોન સેલ્યુટ સ્ટેટના તમામ ફાઉન્ડીંગ મેમ્બરોને ઐકત્રીત કરવા અંગેનો સઘન પ્રયાસ રાજકોટ સ્ટેટના સેલ્યુટ ફાઉન્ડીંગ મેમ્બર ઠાકોર સાહેબ માંધાતાસિંહજી ઓફ રાજકોટ દારા કરવામાં આવેલી અને તમામ ફાઉંન્ડીંગ મેમ્બરોએ સંસ્થાના હીતમાં નિર્ણય લઈ ચૂંટણી યોજવામાં આવું હતી.
આ ઐતિહાસિક સંસ્થાની ચુંટણી તા.19/9/2021ના રોજ યોજવામાં આવેલ જે ચૂંટણીનું પરિણામ જાહેર થયેલ જેમાં સેલ્યુટ સ્ટેટમાં 4 સીટમાં ટાઈ થયેલ અને નોન સેલ્યુટ સ્ટેટના 1 સીટમાં ટાઈ થઈ હતી . જેથી સંસ્થાના બંધારણની જોગવાઈ અનુસાર ટાઈ મેમ્બરો વચ્ચે ફરીથી ચૂંટણી કરવા અંગેની જોગવાઈ હોય જે અન્વયે સેલ્યુટ અને નોન સેલ્યુટ સ્ટેટના ટાઈ મેમ્બરોએ જોઇન્ટ ચેરીટી કમિશ્નર1એ બંધારણની જોગવાઇ ધ્યાને લઈ ટાઈ મેમ્બરો વચ્ચે ફરીથી પેટા ચુંટણી યોજવા અંગેનો હુકમ કરેલો તે અન્વયે ચૂંટણી યોજવામાં આવેલ જે ચૂંટણીનું પરીણામ તા.18/09/2022 ને રવિવારના રોજ જાહેર કરવામાં આવેલ છે જેમાં મહારાજા વિજયરાજસિંહજી ઓફ ભાવનગર, ઠાકોર સાહેબ જયદિપસિંહજી ઓફ લીંબડી , ઠાકોર સાહેબ માંધાતાસિંહજી ઓફ રાજકોટ , ઠાકોર સાહેબ પદ્મરાજસિંહજી ઓફ ધ્રોલ અને નોન સેલ્યુટ સ્ટંટ ઠાકોર સાહેબ કૃષ્ણકુમારસિંહજી ઓફ ચુડાને ચુંટાયેલા જાહેર કરવામાં આવેલા અને તા.19/09/2021ના રોજ પરિણામ જાહેર થયેલું તેમાં નોન સેલ્યુટ સ્ટેટના ઠાકોર સાહેબશ કિર્તીકુમારસિંહજી ઓફ લાઠી અને ઠાકોર સાહેબ જીતેન્દ્રસિંહજી ઓફ મુળી ચૂંટાયેલા જાહેર થયેલા હતા.
આમ રાજકુમાર કોલેજ ટ્રસ્ટના સેલ્યુટ અને નોન સેલ્યુટ સ્ટેટના તમામ ફાઉન્ડીંગ મેમ્બરો દ્વારા માત્ર સંસ્થાનું હીત ધ્યાનમાં રાખી સંસ્થાને આગળ લાવવાના એક-બીજાને કોલ આપેલો છે.
ચૂંટણી અધિકારી પી.બી. બારૈયાએ બંધારણની જોગવાઈ અનુસાર 19/09/2022ના રોજ પ્રેસિડેન્ટ ની નિમણૂક અંતર્ગત બેઠક બોલાવી હતી. જેમાં ચુંટાયેલા સભ્યોએ પ્રેસીડેન્ટ તરીકેની નિમણૂંક કરવા અંગે પ્રક્રિયા હાથ ધરી હતી. જે મીટીંગમાં પ્રેસીડેન્ટ તરીકેની નિમણુંક કરવા અંગેની પ્રપોઝલ રાઓલ વિજયરાજસિંહજી ઓફ ભાવનગર દ્વારા કરવામાં આવેલી અને તેઓએ પ્રેસીડેન્ટ તરીકે ઠાકોર સાહેબ માંધાતાસિંહજી ઓફ રાજકોટની નિમણૂંક કરવા અંગેની વિનંતી કરેલી જે હાજર રહેલા તમામ ચુંટાયેલા મેમ્બરોએ સહર્ષ સ્વીકૃત કરી ઠાકોર સાહેબ માંધાતાસિંહજી ઓફ રાજકોટને પ્રેસીડેન્ટ તરીકે સ્વીકારી બીન હરીફ વરણી કરવામાં આવી છે.
ચૂંટણીનું પરિણામ જાહેર થતા ગત ગર્વનીંગ બોડીના પ્રેસીડેન્ટથી દરબાર સાહેબ મહિપાલસિંહજી વાળા જેતપુરનાએ ચુંટાયેલા તમામ સભ્યો અને નવા ચુંટાયેલા પ્રેસીડેન્ટ ઠાકોર સાહેબ માંધાતાસિંહજી ઓફ રાજકોટને અભિનંદન પાઠવી સંસ્થાનો ચાર્જ સોંપી આપેલો છે.
આમ વર્ષો જૂની પ્રતિષ્ઠિત સંસ્થાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં સેલ્યુટ અને નોન સેલ્યુટ સ્ટેટના તમામ રાજવી પરિવારો હર્ષ અને આનંદની લાગણી અનુભવેલ છે.