અત્યારની હાર્ડ એન્ડ ફાસ્ટ લાઇફમાં લોકોનું જીવન વ્યસ્ત બન્યુ છે ત્યારે તેને પરિવાર, મિત્રો તેમજ પોતાના માટે કંઇ કરવાનો સમય જ નથી મળતો તેવા સમયે દિવાળી નજીક આવી રહી છે અને આ તહેવારમાં બાળકોને શાળામાં અને મોટાઓને ઓફિસમાં લાંબી રજા મળે છે ત્યારે કુદરતના સાનિધ્યમાં પરિવાર સાથે એડવેન્ચરભરી રજા  માણવા તેમ જઇ શકો છો આ સ્થળો પર જ્યાં વિતાવેલી પળો જીવનની યાદગાર પળો બની રહેશે.

બ્રાઝિલનો ગ્રેટ બ્લુ હોલ, જે લોકોને સ્વિમિંગનો શોખ છે તે લોકો બ્લુ હોલ સમુદ્રની મુલાકાત અચુંક લ્યો. જે સ્વર્ગથી ઓછુ સુંદર નથી સમુદ્રની નીચે તમે સુંદર માછલીઓ અને અન્ય જળચર પ્રાણીઓને જોઇ માણી શકો છો.

કેલીફોર્નિયા યોસેમાઇટ નેશનલ પાર્ક :

enjoy-both-nature-and-adventure-together
enjoy-both-nature-and-adventure-together

ઉંચા પહાડ, ઘાટી, સુંદર ગ્લેશિયર, ઝરણા અને ઘાસના મેદાનથી ભરપુર આ જગ્યાને જોવા ટુરીસ્ટ દૂર-દૂરથી આવે છે. તેમજ એગ્વેન્ચરનાં શોખીન લોકો માટે આ ઉત્તમ સ્થળ છે. આ ઉપરાંત આ જગ્યા અદ્ભૂત નજારોઓથી છલકાય છે ગ્વાટેમાલામાં આવેલો લાઇમ સ્ટોનનો પુલ અને નીચે વહેતી નદી તેમજ સામેથી પડતુ ઝરણાનું પાણી આટલું વાંચીને જ ત્યાંના કુદરતની કમાલમાં ખોવાવાનું મન થઇ જાય તેવી આ જગ્યા છે.

ઇન્ડોનેશિયા, માઉંટ બ્રોમો :

enjoy-both-nature-and-adventure-together
enjoy-both-nature-and-adventure-together

રેતીનો સમુદ્રની વચ્ચે ઉભા આ પર્વતમાંથી ઉગ્ર જ્વાળામુખી ફાટવાનો નજારો જોઇ સૌ કોઇ હેરાન થઇ જાય છે. આ નજારાને જેવું એ કંઇ એડવેન્ચરથી ઓછુ નથી.

ઇટલી, સેટર્નિયા થર્મલ, સ્પ્રિંગ્સ :

enjoy-both-nature-and-adventure-together
enjoy-both-nature-and-adventure-together

અહિં તમે સુંદર ઝરણાનો ભરપુર મજા માણી શકો છો અહિંયા ઝરણા અને પાણીના વહેંણ એટલાં તેજ હોય છે કે પોતાને સંભાવવું ખૂબ મુશ્કેલ થાય છે.

તો આ હતા વિદેશના એવા સ્થળો જ્યાં કુદરત અને એડવેન્ચર બંનેની મજા સાથે માણી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.