• 300 થી વધુ ઉદ્યોગકારો ઉપસ્થીત રહ્યા : વિવિધ મુદ્દે ચર્ચા-વિચારણા કરાઈ
  • ઐતિહાસિક ઇવેન્ટમાં અમદાવાદ બિઝનેસ ફોરમને પણ ખુલ્લું મુકાયું  1લી ઓક્ટોબરે બિઝનેસ ફોરમની પ્રથમ બેઠક યોજાશે
  • એસએમઇ ઉદ્યોગોને વિકસિત કરવા માટે ટેકનોલોજીની સાથે પરિવર્તન ખુબજ જરૂરી
  • નવી લોજિસ્ટિક પોલિસી એસએમઇ ઉદ્યોગ માટે આશિર્વાદ રૂપ સાબિત થશે
  • ગુજરાતના ખ્યાતનામ ઉદ્યોગકારો ઇવેન્ટમાં સહભાગી બન્યા : નાના ઉદ્યોગો માટે ટ્રેડ ફાઈનાન્સ ખૂબ મહત્વપૂર્ણ
  • ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ અને એસએમઇ સમિટમાં ‘અબતક’ બન્યું મીડિયા પાર્ટનર

IMG 20220919 WA0012

એસએમઇ ચેમ્બર ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદ ખાતે ગુજરાત ઇન્ડસ્ટ્રી અને એસએમઇ સમિટનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉદ્યોગકારોની સાથે અન્ય લોકો પણ જોડાયા હતા. આત્મા આ સર્વપ્રથમ એવી ઇવેન્ટ હશે કે જેમાં એસએમઇ ઉદ્યોગને પ્રોતસાહિત કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના અત્યંત ખ્યાતનામ અને પ્રચલિત ઉદ્યોગકારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને લઘુ અને મધ્યમ ઉદ્યોગોને બેઠો કરવા માટે અનેકવિધ સૂચનો અને સુજાવવો પણ આપવામાં આવ્યા હતા.

IMG 20220919 WA0010

ઉપસ્થિત ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે, ઉદ્યોગોના વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસિત કરવું પણ એટલુંજ જરૂરી છે. બીજી તરફ તેઓએ જણાવ્યું હતું કે હાલ સરકાર પણ લઘુ અને મધ્યમ ઉદ્યોગ અને બેઠા કરવા માટે સતત મહેનત કરી રહ્યું છે પરંતુ જે રીતે જાગૃતતા કેળવવી જોઈએ તે હજુ સુધી નાના ઉદ્યોગો ચલાવનાર ઉદ્યોગકારોમાં જોવા મળતી નથી. આ વાતને ધ્યાને લઈ આજે જે સમિટનું આયોજન કરવામાં આવ્યું તેમાં વિવિધ નાણાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સરળતાથી કઈ રીતે નાના અને લઘુ ઉદ્યોગોને નાણાકીય સહાય મળી રહે તે માટેની માહિતી પણ આપી હતી.

IMG 20220919 WA0013

સમિટ ની સાથો સાથ અમદાવાદ બિઝનેસ ફોરમને પણ ખુલ્લું મુકવામાં આવ્યું હતું, જે ઉદ્યોગકારો માટે નેટવર્કિંગ, પ્રમોશન, બ્રાનિ્ંડગ સહિતના મુદ્દાઓ સાથે આગળ વધશે અને રાજ્યની અર્થવ્યવસ્થાને ઝડપભેર આગળ વધારવા માટે કારગત પણ નીવડશે. એટલું જ નહીં ઉપસ્થિત અન્ય મહાનુભાવો કે જેવો વિવિધ ક્ષેત્રમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું છે તેઓએ પણ ગુજરાતના ઉદ્યોગોને વિકસિત બનાવવા અને નાના ઉદ્યોગોને ઝડપભેર આગળ ધપાવવા માટેના અનેક સૂચનો અને સુજાવવો પણ આપ્યા હતા. લઘુ અને મધ્યમ ઉદ્યોગોની સાથોસાથ ઉત્પાદન ક્ષેત્રે પણ ખૂબ મોટી તક જોવા મળી રહી છે ત્યારે ઉપયોગકારોએ આ દિશામાં પણ વિચારવું જોઈએ. આ સમિટ પાછળનું મુખ્ય આયોજન એ પણ હતું કે દેશની અર્થવ્યવસ્થામાં માત્રને માત્ર મોટા ઉદ્યોગો જ નહીં પરંતુ નાના ઉદ્યોગોનું મહત્વ પણ ખૂબ જ વધુ છે . સરકારની વિવિધ યોજનાઓ હોવા છતાં જે યોગ્ય લાભ આ ઉદ્યોગોને મળવો જોઈએ તે મળી શકતો નથી પરંતુ આ પ્રકારના આયોજન દ્વારા નાના ઉદ્યોગકારોને ખૂબ મોટી તક સાપડશે તેમ ઉપસ્થિત મહેમાનોએ આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં નાના ઉદ્યોગકારોને આર્થિક સહાય મળી રહે તે માટે ટ્રેડ ફાઈનાન્સ પણ એટલું જ જરૂરી છે જેના માટે બેન્કરોની સાથે નાણાકીય સંસ્થા પણ આ પ્રકારની ઇવેન્ટમાં સહભાગી બની હતી અને આવનારા સમયમાં પણ આ પ્રકારે અનેકવિધ કાર્યક્રમો મારફતે ઉદ્યોગકારોને નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવશે.

IMG 20220919 WA0009

  • ગુજરાતના ઉદ્યોગકારો રાજ્યના બગીચાના ફૂલ સમાન : કે.ટી પટેલ

કાસકેડ પેકેજીંગના સીએમડી કે.ટી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ઉદ્યોગકારો રાજ્યના બગીચાના ફૂલ સમાન છે. એટલુંજ નહીં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાત ઘણા ઉદ્યોગોનું હબ છે જે વિકાસને આગળ વધારવા માટે કાર્ય કરી રહ્યું છે. હાલ જે ઉદ્યોગોમાં પ્રશ્નો ઉભા થઇ રહયા છે તે ન થાય તે માટે આ પ્રકારની સમીટ મહત્વપૂર્ણ સાબિય થઈ રહી છે. ગુજરાત ગ્રોથ એન્જીન છે દેશની અર્થવ્યવસ્થા માટે ત્યારે દેશનો વિકાસ દર પણ બે આંકડામાં પહોંચી ગયો છે. ત્યારે આ પ્રકારના સમીટ અનેક વિધ રૂપે ઉદ્યોગ અને ઉદ્યોગકારો માટે ઉપયોગી નીવડશે.

  • ઉદ્યોગોના વિકાસ માટે ટ્રાન્સફોર્મશન ખુબ જ જરૂરી : ચંદ્રકાન્ત સાલુંકે

IMG 20220919 WA0000

એસએમઇ ચેમ્બર ઓફ ઇન્ડિયાના સંસ્થાપક અને પ્રમુખ ચંદ્રકાન્ત સાલુંકેએ અબતક સાથેની વાતચીતમાં  જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી દેશને આગળ લઇ જવા માટે સંપૂર્ણ સજ્જ છે. ત્યારે દેશના ઉદ્યોગો વિશ્વમાં તીવ્ર વેગ સાથે આગળ વધી રહયા છે. વડાપ્રધાનના 72માં જન્મદિવસ નિમિતે આવનારા દિવસોમાં 7200 ઉદ્યોગકારો ઉભા કરાશે અને 7200 કંપનીઓને આંતરરાષ્ટ્રીય ફલક પૂરું પાડવામાં આવશે. ત્યારે અર્થવ્યવસ્થાને જડપભેર આગળ વધારવા માટે ટ્રાન્સફોર્મશન ખુબજ જરૂરી છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, એસએમઇને મિડ કોર્પોરેટ તરીકે પ્રસ્થાપિત કરવું જોઈએ જેથી સરકારના અનેક લાભ મળી શકે. એટલુંજ નહીં લોજીસ્ટિક પોલિસી આવતા હવે એસએમઇને ગતિ મળશે અને ખર્ચ ઘટશે. તેવી શક્યતા પણ સેવી હતી. અંતમાં તેઓએ જણાવ્યું હતુંકે, હવે દર 17 સપ્ટેમ્બર ઉદ્યોગ સદભાવના દિવસ તરીકે ઉજવવામાં આવશે.

  • સિરામિક ઉદ્યોગને  થશે  મોટો ફાયદો : નિલેશ જેતપરિયા

IMG 20220919 WA0005

મોરબી સિરામિકના નિલેશભાઈ જેતપરિયાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પ્રકારની સમિટ એસ એમ એ ઉદ્યોગના પ્રશ્નોને વાચા આપવા માટે અત્યંત નિવાર છે એટલું જ નહીં સીરામીક ઉદ્યોગને પણ આ પ્રકારના સમિતિથી ખૂબ મોટો ફાયદો પહોંચશે. વધુમાં તેઓ ઉમેર્યું હતું કે ઘણા ખરા ઉદ્યોગકારોને એ વાતનો ખ્યાલ નથી હોતો કે સરકારની નીતિ કઈ તરફીણમાં છે અને કયા પ્રકારનો ફાયદો તેમના ઉદ્યોગને મળી શકતો હોય ત્યારે એસએમઇ મીટ જેવી સમિટનું આયોજન સમયાંતરે થતું રહે તો આ પ્રકારના પ્રશ્નો ઉદ્યોગકારોના માનસપટ ઉપરથી દૂર થઈ જશે અને અવિરત વિકાસ શક્ય બનશે. વધુમાં નિલેશભાઈ જણાવ્યું હતું કે સરકારે જિલ્લા સ્થળ ઉપર એક્સપોર્ટ કમિટી બનાવવાનો જે નિર્ણય કર્યો છે તે નાના ઉદ્યોગકારોની સાથે મોટા ઉદ્યોગોને પણ ખૂબ ઉપયોગી સાબિત થશે.

  • દેશનો એસએમઇ ઉદ્યોગ અર્થવ્યવસ્થા માટે કરોડરજ્જુ સમાન : મહેશ સાલુંકે

IMG 20220919 WA0002

મહેશભાઈ સાલુંકે કે જેઓ  એસએમઇ ચેમ્બર ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર છે તેઓએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એસએમઇ ઉદ્યોગમાં  ગુજરાત અન્ય રાજયો કરતા વધુ મજબૂત છે. ત્યારે આ પ્રકારના આયોજન થકી જે પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે તેનું ઝડપી નિવારણ શક્ય બનશે. સામે ઉદ્યોગોને પણ ઘણી તક સાંપડશે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે દેશનો એસએમઇ ઉદ્યોગ અર્થ વ્યવસ્થા માટે કરોડરજ્જુ સમાન છે.

સરકાર દ્વારા જે રીતે તેઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને વિવિધ યોજનાઓની અમલવારી કરવામાં આવે છે તેને ધ્યાને લઈ આવનારા સમયમાં આ ઉદ્યોગ માટે અનેકવિધ તકો ઊભી થશે અને નવા ઉદ્યોગકારો પણ આ ક્ષેત્રમાં જંપલાવવા માટે પ્રેરિત થશે.

  • આંતરરાષ્ટ્રીય સ્તરે લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું અર્થવ્યવસ્થામાં અનેરૂ મહત્વ : મહેન્દ્ર પટેલ

IMG 20220919 WA0001

મમતા ગ્રૂપ ઓફ કંપનીના મહેન્દ્રભાઈ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઉદ્યોગોના વિકાસ માટે ઉત્પાદન જ નઈ, સર્વિસ ક્ષેત્રને પણ લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં લેવું જોઈએ.

સાથો સાથ ઉદ્યોગોએ પણ વિકસિત ભારત બનવા તરફ આગળ વધવું જોઈએ. ટેકનોલોજી ક્ષેત્રે પણ ભારત વિશ્વના અન્ય દેશોમાં આગળ છે. સાથો સાથ તેઓએ ઉમેર્યું હતું કે, પેકેજીંગમાં મમતાનું નામ અવલ છે. અંતમાં તેઓએ કહ્યું હતું, ઉદ્યોગકારોએ દેશના ઉથાન માટે આગળ આવું જોઈએ. હાલ ટેકનોલોજી દરેક ક્ષેત્ર માટે ખુબજ ઉપયોગી છે માટે ઉઘયોગકારોએ સતત તેમના વ્યવસાય માટે ટેક્નોલોજીનો સાથ લેવો ખુબજ અનિવાર્ય છે.

  • વર્ષ 2025 સુધીમાં ભારત પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બને તેવા ઉજળા સંજોગો : રવિ ભારતી

IMG 20220919 WA0003

એસએમઇ ચેમ્બર ઓફ ઇન્ડિયાના ગુજરાત રાજ્યના ડાયરેક્ટર રવિ ભારતીયે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વર્ષ 2025 સુધીમાં ભારત પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમી સુધી પહોંચશે તે માટેના ઉજળા સંજોગો જોવા મળી રહ્યા છે માત્રને માત્ર જરૂર છે કે આ પ્રકારની ઇવેન્ટ વધુને વધુ પ્રમાણમાં થાય અને નાના ઉદ્યોગકારો આ ઇવેન્ટ નો ભરપૂર લાભ લઈએ. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે ભારત દેશ આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ખૂબ જ સારી રીતે વિકસિત થઈ રહ્યું છે ત્યારે જો યોગ્ય સાર સંભાળ ઉદ્યોગોની લેવામાં આવે તો તેનો ઘણો ખરો ફાયદો ગુજરાત રાજ્યને પણ થશે અને રાજ્યના નાના અને મધ્યમ ઉદ્યોગોમાં પણ જોવા મળશે.

  • જામનગરના બ્રાસ પાર્ટ યુનિટો પર જીએસટી દર ઓછો રાખવો જોઈએ : લાખાભાઈ કેશવાલા

IMG 20220919 WA0004

જામનગર ફેક્ટરી ઓનર એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ કેશવાલાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હાલ જે પ્રકારનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે તે માત્રને માત્ર ગુજરાત પૂરતું જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને જામનગરના ઉદ્યોગ માટે અત્યંત લાભદાયી નિવડશે. તો માટે હોય જણાવ્યું હતું કે જામનગર બ્રાસ બ્રાસ પાર્ટ યુનિટ જીએસટીના વિવિધ પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે જે આવનારા સમયમાં ન થાય અને સરકાર તેને ગંભીરતાથી ધ્યાને લે એ એટલું જ જરૂરી છે. દેશની અર્થવ્યવસ્થાને વિકસિત બનાવવા માટે સરકારે ઉદ્યોગોને ખૂબ સારી રીતે પ્રોત્સાહન આપવું એટલું જ જરૂરી છે કારણ કે તે અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે ગ્રોથ એન્જિનનું કાર્ય કરે છે. તેઓ ઉમેર્યું હતું કે બોગસ બીલિંગના પ્રશ્નો જામનગરની બ્રાસ પાર્ટ યુનિટને ખૂબ અસર કરતા સાબિત થઈ રહ્યા છે જેના ઉપર સરકારે તવાઈ બોલાવી ખૂબ જ જરૂરી છે.

  • ટેકનોલોજી વગર એસએમઇ ઉદ્યોગ વિકાસની હરણફાળ ન ભરી શકે : શૈલેષ ત્રિપાઠી

IMG 20220919 WA0006

એચપી ઇન્ડિયાના કોમર્શિયલ ચેનલ ડાયરેક્ટર શૈલેષ ત્રિપાઠીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજની 21મી સદીમાં ટેકનોલોજી વગર કોઈપણ ઉદ્યોગ વિકાસ કરી શકે નહીં ત્યારે નાના અને લઘુ ઉદ્યોગોની વાત કરવામાં આવે તો ટેકનોલોજી નો ફાળો ખૂબ જ મહત્વનો છે ત્યારે આ તમામ નાના ઉદ્યોગો માટે એચપી ઇન્ડિયા વન સ્ટોપ સોલ્યુશન લાવ્યું છે જેનાથી જે પ્રશ્નો ઉદ્ભવતા હોય તે ન થાય અને ખર્ચમાં પણ ઘણો ખરો ઘટાડો શક્ય બને.  વધુમાં તેઓ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન મોદીનો જે લક્ષ્ય છે પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમીને પહોંચવાનો તે પહોંચવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો એટલો જ જરૂરી છે.

  • નાના ઉદ્યોગોને પૂરતી નાણાકીય સહાય મળે તે માટે ક્રેડલીક્સ તત્પર : રિષભ અગરવાલ

IMG 20220919 WA0007

ક્રેડલીક્સ ફાઇનાન્સના રિષભ અગરવાલે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોઈપણ ઉદ્યોગ માટે નાણાકીય સહાય ખૂબ જ જરૂરી છે અત્યારે જે નાના ઉદ્યોગોને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે . તેની પાછળ તેમની ક્યાંકને ક્યાંક જાગૃતિનો અભાવ છે સરકાર અને ખાનગી નાણાકીય સંસ્થાઓ અનેકવિધ યોજનાઓને લઈ નાના ઉદ્યોગો અને મધ્યમ ઉદ્યોગોને બેઠા કરવા માટે ખૂબ જ તત્પર છે માત્ર જરૂરિયાત છે કે તેઓને પૂરતી માહિતી મળી રહે. પ્રકારના આયોજન જો કરવામાં આવે તો અહીં ઉપસ્થિત રહેલા ઉદ્યોગકારોની સાથે અન્ય ઉદ્યોગકારોને પણ ઘણો ફાયદો પહોંચશે.

  • એગ્રો ક્ષેત્રે તક ખુબ જ વધુ : નટવરલાલ પટેલ

Meghmani Group | About Us - Meghmani Finechem Limited

મેઘમણી ઓર્ગેનિક્સના નટવરલાલ પટેલે જણાવ્યું હતું કે, આ પ્રથમ એવી એસએમઇ માટેની ઇવેન્ટ છે જે અમદાવાદમાં ખુબજ મોટા પાયે આયોજન થયું છે . એસએમઇ માટે ઉત્પાદનની સાથે અનેક તક ઉભી થઈ છે પરંતુ જાગૃતાના અભાવે આ મુદ્દે ઘણા પ્રશ્નો ઉભા થયા છે જેને નિવારવા ખુબજ જરૂરી છે. એગ્રો ક્ષેત્રે પણ ઘણી તક હોવાનું જણાવ્યું હતું.  એસએમઇ ઉદ્યોગ ખુબજ આગળ વધી રહ્યું છે. બીજી તરફ જીએસટીના પ્રશ્નો ખુબજ વધુ છે આ મુદ્દે સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ. હાલ સરકાર  દ્વારા આપવામાં આવેલી પીએલઆઈ સ્કીમ ખુબજ વધુ આશીર્વાદ રૂપ સાબિત થઈ છે. સરકાર આવિજ રીતે આગળ વધશે તો 21મી સદીમાં ભારત ઉત્પાદન અને સર્વિસ ક્ષેત્રનું હબ બનશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.