ભૂકંપે તાઇવાનને ધ્રુજાવ્યું

ભૂકંપે તબાહી નોતરી: રેલવે સહિતની અનેક સેવાઓ ખોરવાઈ

24 કલાકમાં તાઈવાનની ધરતી એક વાર નહીં, દસ વાર નહીં, 50 વાર નહીં પણ લગભગ 100 વાર ધ્રૂજી છે. તાઈવાનમાં રવિવારે ફરી એકવાર જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 માપવામાં આવી હતી. વાસ્તવમાં, આ ભૂકંપ તાઇવાનથી 85 કિમી પૂર્વમાં લગભગ 12:14 કલાકે અનુભવાયો હતો. તે જ સમયે, જાપાને તાઈવાનના દરિયાકાંઠે 7.2 તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરી છે.

યુએસ જીઓલોજિકલ સર્વેએ જાપાનને સુનામીની ચેતવણી જારી કરવાની સૂચના આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા  24 કલાકમાં તાઈવાનના વિવિધ ભાગોમાં 100 વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. ક્યાંક જમીનના બે ટુકડા જોવા મળ્યા તો ક્યાંક પુલ ધરાશાયી થયો.

શનિવારે પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 માપવામાં આવી હતી. એજન્સીએ જણાવ્યું કે ભૂકંપના કારણે કેટલાક મકાનોને નુકસાન થયું છે, જ્યારે રેલ્વે સેવા પણ ખોરવાઈ ગઈ છે.

સ્થાનિક સમય અનુસાર રવિવારે બપોરે 2:44 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારે નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર યુલી શહેરમાં એક ઈમારતને નોંધપાત્ર નુકસાન થયું છે. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. અહીંના લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવ્યું છે.

એજન્સીએ જણાવ્યું કે ભૂકંપ બાદ વિસ્તારમાં હંગામો મચી ગયો હતો. લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. સદનસીબે આ ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. તેમણે કહ્યું કે, ભૂકંપના કારણે દક્ષિણી કાઓહસુંગ શહેરમાં મેટ્રો સિસ્ટમ લાંબા સમયથી પ્રભાવિત થઈ હતી. તાઈવાન રેલ્વે પ્રશાસને હુઆલીન અને તાઈતુંગને જોડતી ટ્રેનોને અસ્થાયી રૂપે અટકાવી દીધી હતી. આ સાથે હાઈસ્પીડ રેલ સેવાઓ પણ રદ કરવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર તાઈતુંગ કાઉન્ટીના ઉત્તરમાં નોંધાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.