ચેન્નઈની મહિલાએ ગરીબોને ફ્રીમાં ખાવાનું આપતા ફ્રિજનો નવો ચીલો સમાજને ચીંધ્યો છે. ચેન્નઈનાં ૩૪ વર્ષનાં ઈસા ફાતિમા જૈસમિન વ્યવસાયે ડૉક્ટર છે આ વર્ષના ઑગસ્ટમાં શરૂ કરેલા પ્રયાસોને કારણે ભોજનનો બગાડ ઓછો થઈ રહ્યો છે. ઉપરાંત ગરીબો અને ભૂખ્યા લોકોને ભોજન મળી રહ્યું છે. ઈસાએ ચેન્નઈના બેસન્ટ નગરમાં એક કમ્યૂનિટિ ફ્રિજ મૂક્યું છે. સામાન્ય લોકો અને હૉટેલના કર્મચારીઓ વધેલું ભોજન એ ફ્રિજમાં મૂકી જાય છે. ઈસાએ તેમની આ પહેલને ‘અયમિત્તુ ઉન્ન’ નામ આપ્યું છે. આ તમિલ શબ્દોનો ગુજરાતી ભાવાર્થ એવો થાય છે કે ભોજન કરતાં પહેલાં તેને જરૂરિયાતમંદ લોકો સાથે શેર કરો. ફ્રિજની પાસે જ એક શેલ્ફ અને એક ડોનેશન કાઉન્ટર પણ છે. જેમાં ગરીબોને આપવા માટે રમકડાં, કપડાં અને પુસ્તકો પણ મૂકી શકાય છે.આ પહેલને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર પણ એ બાબતે વાત કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.