ગઝલની મલ્લીકા ગણાતા બેગમ અખ્તર આજે આપણી વચ્ચે હયાત હોત તો ૧૦૧ વર્ષની વયના હોત. “એ મોહમ્મદ તેરે અંજામ પે રોના આયા” જેવી મશહુર ગઝલો સિવાય પણ તેમની સંગિતમય વિરાસતના ઘણા પાસા છે.આ પરીકથા સમાન હકીકત ત્રીસના દસકામાં શરૂ થઇ હતી.તેમણે પ્રથમ ગીત કલકત્તામાં રજુ કર્યું હતું. તેસમયે સ્ટેજ કાર્યક્રમમાં કોકિલ કંઠી સરોજીની નાયડુ એ તેમના ખુબ વખાણ કરેલા.અને ખાદીની સડી ભેટમાં આપી હતી.એક વાર તેઓ મુંબઈમાં એક કાર્યક્રમમાં ગયા ત્યાં થી તેમને તુરંત હજ કરવા મક્કા જવાનો વિચાર આવતા તેઓ તાત્કાલિક ટિકિટ લઇ મદીના પહોચી ગયા.જોકે ત્યાં પૈસા પુરા થઇ જતા તેમણે જમીન ઉપર બેસી નાત (હજરત મોહમ્મદની શાનમાં ગવાતી પંક્તિઓ) પઢવાનું શરૂ કરી દીધું.જ્યાં લોકોની ભીડ જામી ગઈ. અને તેમને લોકો ઓળખી ગયા.તુરત સ્થાનિક રેડીઓ ચેનલે તેમને ગાવા માટે આમંત્રણ આપ્યું હતું.બેગમ અખ્તર સાથે જોડાયેલા અનેક કિસ્સાઓ હજુ પણ લોકોને આશ્ચર્યચકિત કરી દે છે.
આ ભારતીય ગાયિકાને સાંભળવા મક્કામાં ઉમટ્યા હતા ટોળા…!!
Previous ArticleGST : આ 27 વસ્તુઓ પર ઘટ્યો ટૅક્સ…
Next Article એક એવું ફ્રિજ જે આપે છે ગરીબોને ફ્રીમાં ખાવાનું…!!