જામનગર રોડ અને બજરંગવાડી વિસ્તારમાં ખાણીપીણીની માત્ર 19 દુકાનમાં ચેકીંગ: ચારને નોટિસ
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા ચેકીંગનું નાટક હજુ યથાવત રાખવામાં આવ્યું છે. આજે જામનગર રોડથી બજરંગવાડી મેઇન રોડ સહિતના વિસ્તારોમાં ખાણીપીણીની 19 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં માત્ર ચાર પેઢીઓને લાયસન્સ સંદર્ભે નોટિસ ફટકારવામાં આવી હતી.
ફૂડ શાખાનો કાફલો ફૂડ સેફ્ટી ઓન વ્હીકલને સાથે રાખી ત્રાટકે છે પરંતુ માત્ર દેખાવ પૂરતી જ કામગીરી કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. માત્ર અમુક દુકાનોમાં ચેકીંગ કરી ઝુંબેશને આટોપી લેવામાં આવે છે. પરિણામે ભેળસેળીયાઓને મોકળું મેદાન મળી રહ્યું છે.