કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલા કરશે ઉદઘાટન
અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયતનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન ઉના ખાતે આગામી તારીખ 17-18, શનિ-રવિવારે યોજાશે.આ અવસરે શનિવારે પ્રથમ દિવસે જ ભારત સરકારના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા રાષ્ટ્રીય અધિવેશનમાં ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે.
પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહી સિંધી સમાજને સંબોધશે. ઉનામાં સમગ્ર રાષ્ટ્રમાંથી સિંધી સમાજના અગ્રણીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહેશે ત્યારે સમાજનો લોકસમુદાય હાજર હોવાથી કેન્દ્રીય મંત્રીનું આ ઉદ્દબોધન મહત્વનું થઈ રહેશે.
રાષ્ટ્રીય અધિવેશનને સફળ બનાવવા રાષ્ટ્રીય અધ્યક્ષ ભાગચંદ (કાળુભાઈ) સુખવાણીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધ્યક્ષ જગદીશભાઈ મગનાણી, શહેર અધ્યક્ષ ઈશ્વરલાલ જેઠવાણી, વરિષ્ઠ ઉપાધ્યક્ષ વિજયભાઈ કમવાણી, મહામંત્રી કમલેશભાઈ જુમાણી, સંગઠન મંત્રી સુરેશભાઈ ગોપલાણી સહિતના આગેવાનો અને કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યાં છે.