મેમરી નામનું નવું ફીચર લોન્ચ કરાયું: હવે ફોટોમાં મ્યુઝિક પણ ઉમેરી શકશે
ગૂગલ ફોટો એપ વિશે તમામ લોકો જાણતા હશે, પરંતુ આ એપ કે પ્લેટફોર્મને તમે હજુ સુધી ફોટો સ્ટોર કરવાના હેતુથી જ યૂઝ કરતા હશે, અને અને તેના ખાસ ફિચરની જાણકારી નહીં હોય. પરંતુ આને મજેદાર બનાવવા માટે ગૂગલે હવે આમાં એક કમાલનુ ફિચર એડ કર્યુ છે.
આ ફિચરથી માત્ર તેમાં તમારો ફોટો સ્ટોર જ નહીં કરી શકો પરંતુ તેના પર ઇફેક્ટસ પણ આપી શકશો. આ ફિચરને પોર્ટ્રેટ બ્લર ફિચર નામ આપવામાં આવ્યુ છે. હાલમાં આને કેટલાક ડિવાઇસ માટે રિલીઝ કરવામાં આવ્યુ છે. જલદી આને તમામ માટે રિલીઝ કરી દેવામાં આવશે. આ ફિચર અંતર્ગત તમે પોતાના નવા અને જુના ફોટો જે ગૂગલ ફોટો એપમાં પહેલાથી સેવ છે, તેને એડિટ કરી શકશો.
આ ફિચર તમને ફોટો બેકગ્રાઉન્ડને બ્લર કરવાનો ઓપ્શન આપે છે. આ તે ફોટો પર પણ એપ્લાય થશે જે પોર્ટ્રેટ મોડમાં ના હોય. એટલુંજ નહિ ગુગલે મેમરી નામનું નવું ફીચર લોન્ચ કર્યું છે. જેમાં હવે લોકો મ્યુઝિક સાથે પોતાના ફોટાને એડિટ કરી શકશે. એટલું જ નહીં આ નવા ફીચરથી જુના વર્ષોમાં અપલોડ અને એડિટ કરાયેલા ફોટો અને પોતાની મેમરી ને પણ ધ્યાને લઈ શકાશે. આ નવા ફીચરમાં ફોટોમાં ઝૂમ ઇફેક્ટ પણ લોકો દ્વારા આપી શકાશે અને તેઓને જૂની યાદો અને તાજી યાદોને અલગ ન કરીને પણ એક પોતાની નવી મેમરી ઉભી કરી શકાશે. ત્રિડી ઝૂમ ઇફેક્ટ પણ હવે નવા મેમરી ફિચરમાં ગૂગલ દ્વારા આપવામાં આવી છે.