દેશની વિકસતી અર્થવ્યવસ્થાના સંકેતો તેની સેવા ક્ષેત્રની કમાણી સાથે સીધી રીતે જોડાયેલા છે
ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થા 2025 સુધીમાં યુએસએસ 1 ટ્રિલિયન સુધી પહોંચવાનો અંદાજ
સેવા ક્ષેત્ર માત્ર ભારતના જીડીપીમાં પ્રભુત્વ ધરાવત ક્ષેત્ર નથી, પરંત તેણે નોંધપાત્ર વિદેશી રોકાણ પણ આકર્ષ્યું છે, નિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે અને મોટાપાયે રોજગારી પ્રદાન કરી છે. ભારતનું સેવાક્ષેત્ર વેપાર, હોટેલ અને રેસ્ટોરાં, પરિવહન, સંગ્રહ અને સંચાર, ધિરાણ, વીમો, રિયલએસ્ટેટ, વ્યવસાયસેવાઓ, સમુદાય, સામાજિક અને વ્યક્તિગત સેવાઓ અને બાંધકામ સાથે સંકળાયેલી સેવાઓ જેવી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓને આવરીલે છે. એટલે કે, સેવાક્ષેત્રમા ગ્રાહક સેવા, વ્યવસાય સેવા અને જાહેર સેવાઓ સમાવિષ્ટ હોય છે.
ભારતનું સેવા ક્ષેત્રએ ભારતની અર્થ વ્યવસ્થા માટે વૃદ્ધિનું એન્જિન છેઅનેનાણાકીય વર્ષ 21-22માં વર્તમાન ભાવે ભારતના કુલ મૂલ્યમાં 53% યોગદાન આપ્યું છે. ભારતનું સેવાક્ષેત્ર કુલ મૂલ્ય (GVA)11.43% ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિદર (CAGR) પરવધીને રૂ.FY20 માં 101.47 ટ્રિલિયનરૂ. FY16 માં68.81 ટ્રિલિયન.FY16 અને FY20 ની વચ્ચે, નાણાકીય, રિયલ એસ્ટેટ અને વ્યાવસાયિક સેવાઓ 11.68% ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિદર (CAGR) પરવધારો થયો છે. જ્યારે વેપાર, હોટલ, પરિવહન, સંદેશા વ્યવહાર અને બ્રોડકાસ્ટિંગ સંબંધિત સેવાઓ 10.98% ના CAGR પરવધ્યા છે. છઇઈં અનુસાર22 એપ્રિલ, 2022 સુધીમાં બેંક ક્રેડિટ રૂ.119.55 ટ્રિલિય નહતી.
જ્યારે કેન્દ્રએ તેનું 20 લાખ કરોડનું આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યું, ત્યારે આશાવાદ હોવા છતાં, સેવા ક્ષેત્રને નોંધપાત્ર કંઈ મળ્યું નહોતુ જીડીપીમાં આ ક્ષેત્ર સૌથી વધુ યોગદાન આપતું હોવા છતાં, સરકારના આત્મનિર્ભર પેકેજમાં તેનો ઉલ્લેખ અથવા ધ્યાન ઓછું હતુ.આગામી પાંચ વર્ષમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય ડિજિટલ ઈકોનોમીના યોગદાનને જીડીપીના 20% સુધી વધારવા માટે કામ કરી રહ્યું છે. સરકાર સહયોગી નેટ વર્ક્સ માટે ક્લાઉડ-આધારિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે કામ કરી રહી છે જેનો ઉપયોગ અઈં ઉદ્યોગ સાહસિકા અને સ્ટાર્ટઅપ્સ દ્વારા નવીન ઉકેલો બનાવવા માટે થઈ શકે છે. ઑક્ટોબર 2021 માં, સરકાર દ્વારા PM આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન શરૂ કરવામાં આવ્યું હતું, જેથી આગામી ચારથી પાંચ વર્ષમાં સમગ્ર ભારતમાં જટિલ આરોગ્ય સંભાળ નેટવર્કને મજબૂત બનાવવામાં આવે. 2025 સુધીમાં, હેલ્થકેર ઉદ્યોગ US 372 બિલિયન સુધી પહોંચવાની અપેક્ષા છે. ભારતની ડિજિટલ અર્થ વ્યવસ્થા 2025 સુધીમાં US 1 ટ્રિલિયન સુધીપ હોંચવાનો અંદાજ છે. 2023નાઅંતસુધીમાં, ભારતનું ઈંઝ અને બિઝનેસ સર્વિસ સેક્ટર 8% વૃદ્ધિ સાથ US 14.3 બિલિયન (જૂન 2022 માટે વપરાયેલ રૂપાંતરણ દર રૂ. 1 = US 0.013)સુધી પહોંચવાની ધારણા છે.
ગુડ્સ એન્ડ સર્વિસટેક્સ (GST) ના અમલી કરણથી એક સામાન્ય રાષ્ટ્રીય બજારનું નિર્માણ થયું છે અને માલપરનો એકંદર ટેક્સબોજ ઘટ્યા છે. GST ઇનપુટ ક્રેડિટની ઉપલબ્ધતાને કારણે લાંબાગાળે ખર્ચમાં ઘટાડો થવાની અપેક્ષા છે, જેના પરિણામે સેવાઓના ભાવમાં ઘટાડો થશે. ભારતનો સોફ્ટવેરસ ર્વિસઈન્ડસ્ટ્રી 2030 સુધીમાં US 1 ટ્રિલિયન સુધી પહોંચવાની અપેક્ષા છે. ભારતનું IT અને બિઝનેસ સર્વિસ માર્કેટ 2025 સુધીમાં US 19.93 બિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે.ભારત વર્ષ 2020 માં ટોચના 10 સેવા નિકાસ કરનારા દેશોમાં સામેલ છે, જે વિશ્વ વ્યાપારી સેવાઓની નિકાસમાં 4.1% હિસ્સો ધરાવે છે.ભારતીય અર્થતંત્ર છેલ્લા આઠ વર્ષમાં મોટા માળખાકીય પરિવર્તનમાંથી પસાર થયું છે અને હાલમાં યુનાઇટેડ કિંગડમને પાછળ છોડીને વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના સંશોધન અહેવાલ મુજબ, આગળ વધતા, ભારત 2027માં જર્મનીને અને 2029 સુધીમાં જાપાનને વર્તમાન વૃદ્ધિ દરે પાછળ છોડી દેશે તેવી અપેક્ષા છે.