સામાન્ય રીતે આંખો લાલચોળ હોય છે કે આંખો દુખતી હોય ત્યારે કેટલાય લોકો રાત્રે ઉંઘ પૂરી કરવાની સલાહ આપે છે. જો કે હાલમાં આ વાતની પુષ્ટિ એક અધ્યયન દ્વારા થઇ છે આ અધ્યયનમાં બતાવવામાં આવ્યું છે કે યોગ્ય રીતે સુઇ જ્યાથી અને સંપૂર્ણ ઉંઘ લેવાથી આરોગ્યની સાથે-સાથે મસ્તિષ્ક પણ સ્વસ્થ રહે છે. ભરપૂર ઉંઘ લેવાથી અનેક પ્રકારના ફાયદાઓ પણ થાય છે. કે જે તમારી જીવનશૈલી બદલી શકે છે.
સંશોધન કર્તાઓને આ શોધમાં અનિંદ્રાથી પીડીત લોકો અને રાત્રે ભરપૂર ઉંઘ લેનારા લોકોના મસ્તિષ્કના કામમાં ઘણો ફેરફાર લાગ્યો હતો. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સૈન ડિએગોના સંશોધન કર્તાઓના અનુસાર સ્મૃતિ પરિક્ષણ દરમિયાન ધ્યાન કેન્દ્રિત કરવામાં ઓછી ઉંઘ લેનાર લોકોને સમસ્યા થતી હતી.
અમેરિકાના રોચેસ્ટર વિશ્ર્વ વિદ્યાલયમાં થયેલા એક સંશોધનમાં બતાવવામાં આવ્યુ કે મગજમાં બિન જીવંત કોશિકાઓમાં એક ખાસ પ્રકારનું પ્રોટીન તત્વ એમિલાઇડ બીટા સામેલ હોય છે. જે અલઝાઇમર નામની ભૂલની બીમારીને વધારવામાં સહાયક બને છે. વૈજ્ઞાનિકો કહે છે કે ઉંઘ લેતા હોઇએ ત્યારે મગજની કોશિકાઓ ૬૦ ટકા સુધી સંકોચાઇ જાય છે જેના કારણે શરીરમાં રહેલુ અન્ય રસાયણ પહેલાથી ક્યાંક વધુ ઝડપથી નિર્જીવ કોશિકાઓને શરીરથી બહાર કરવામાં મદદ કરે છે.
રોચેસ્ટર વિશ્ર્વ વિદ્યાલયમાં સંશોધન કરનાર મૈકન નેડરગાર્ડે કહ્યુ કે સૂતા સમયે મગજ શરીરને તાજગી આપવાની સાથે સાથે નિર્જીવ કોશિકાઓની ભૂમિકાનો અંત કરે છે તે આ બંને કાર્ય એક સાથે કરે છે. વ્યક્તિ જ્યારે ઉંઘમાં હોય છે. ત્યારે તે સમયે મગજ તેનુ કામ ૧૦ ગણી વધારે સ્પીડથી કરે છે.