રાષ્ટ્રીય શાળામાં જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ ફૂડ પેકેટના લેબલ અંગે જાગૃતતા કાર્યક્રમ
રાજકોટ સ્થિત રાષ્ટ્રીય શાળામાં જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જન આરોગ્યના મુખ્ય મુદ્દે; ’ફ્રન્ટ ઓફ પેક લેબલ્સ’ના વિષયે મહિલાઓ માટે જાગૃતતા લાવવા કાર્યક્રમ યોજાયો હતો.
સ્થાનિક લેવલે તમામ લોકોના વધતા જતા ખોરાકમાં ફૂડ પેકેટ રોજિંદા જીવનમાં ખવાઈ રહ્યા છે ત્યારે ખરેખર ફૂડ પેકેટમાં દર્શાવેલ તમામ માહિતી તેના બનાવ્યા મુજબની હોવી જરૂરી નથી પરંતુ ગ્રાહક તરીકે તમામ માહિતીને વાંચ્યા બાદ સામાન્ય સંજોગોમાં વિચારીને તે આરોગવાનો આગ્રહ રાખવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રતિનિધિઓ દ્વારા તમામ મહિલાઓ તથા છોકરીઓને પૂરતું જ્ઞાન આપવામાં આવ્યું હતું.
સેમિનારમાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ પદે પૂર્વ સાંસદ રમાબેન માવાણી, રામજીભાઈ માવાણી, સંયોજક પૂર્વીબેન દવે, કાર્યકર્તા દીપાબેન કોરાટ વગેરે દ્વારા મહિલા જાગૃતિ અંગે આરોગ્ય પ્રત્યે કાળજી રાખવા તેમજ બજારમાં મળતા તૈયાર ખોરાક અંગેની જાગૃતતા લાવવા માટેના પ્રયાસો અંગે જેહમત ઉઠાવી હતી.
કાર્યક્રમ આજરોજ કરવામાં આવેલ જેમાં બોડી સંખ્યામાં કોલેજની વિદ્યાર્થીનીઓ તેમજ કાર્યકર મહિલાઓ અને સ્થાનિક અનેક મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ જનજાગૃતિ લાવવા માટે અને આરોગ્ય પ્રત્યે કાળજી લેવા જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા પ્રતિનિધિઓ દિલ્હી સ્થિત એકતા બેન ઉપાધ્યાય એ તંદુરસ્ત ખોરાક અંગે માહિતી આપી હતી અને ખાદ્ય પદાર્થો અંગે સાવચેતી રાખવા જણાવેલ હતું.
ફૂડ પેકેટના ખોરાકને બદલે ઘરેલુ ખોરાક આરોગવાનો આગ્રહ રાખવો: રમાબેન માવણી
જનજાગૃતિ અંગે આરોગ્ય પ્રત્યેની સાવચેતી રાખવા તમામ મહિલાઓને જણાવવાનું કે સ્થાનિક કક્ષાએ મળતા તૈયાર પેકેજીંગ ખોરાકને બદલે ઘરેલુ ખોરાક તેમજ પૌષ્ટિક આહાર જેમકે, દૂધ તેમજ દૂધની બનાવટો અને સ્થાનિક કક્ષા મળતા ગરમ ખોરાકનો આગ્રહ રાખવો જોઈએ, જેના લીધે આરોગ્ય જળવાઈ રહે તેમજ પેકેટમાં આવતા ખોરાકને આરોગવાનું ટાળવું જોઈએ.