1989માં બર્લિનની દિવાલનું પતન, 1991માં કોલ્ડવોરનો અંત અને 1994માં દક્ષિણ આફ્રિકામાં રંગભેદનો અંત જેવી ઘણી ઘટનાઓ લોકશાહીની દિશામાં એક ડગલું આગળ વધ્યું

સમગ્ર વિશ્ર્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ આપણો ભારત છે. 2007માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા ઠરાવ થયા બાદ 2008થી સમગ્ર વિશ્ર્વમાં આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ઉજવાય છે. લોકશાહીના મહત્વના ઘટકોમાં સ્વતંત્રતા અને માનવ અધિકારના સિધ્ધાંતો, સાર્વત્રિક મતાધિકાર દ્વારા સમયાંતરે ચૂંટણી યોજવીએ લોકશાહીના મહત્વના પગલા છે.

દર વર્ષે એક અલગ વિષય સાથે પ્રકાશિત થનાર આ દિવસે અગાઉના વિષયને મજબૂત કરવા સાથે ટકાઉ વિશ્ર્વ માટે 2030ના એજન્ડા માટે મજબૂત લોકશાહીની સુસંગતા અને લોકભાગીદારીમાં વધારો કરવાની વાત કરે છે. ઘણા વર્ષો પહેલા વિશ્ર્વ લોકશાહીના આગમનને લઇને ઉત્સાહિત હતું.

1989માં બર્લિનની દિવાલનું પતન, 1991માં કોલ્ડવોરનો અંત અને 1994માં દક્ષિણ આફ્રિકામાં રંગભેદનો અંત જેવી ઘણી ઘટનાઓ અંત થયા બાદ સમગ્ર વિશ્ર્વ લોકશાહીની દિશામાં એક ડગલું આગળ વધ્યું હતું. આજનો દિવસ માનવાધિકારો સાથે જીવવા માટે લોકશાહી અનિવાર્ય છે. આજે દુનિયાભરમાં લોકશાહી અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ છે. લોકશાહી એટલે લોકોની અને લોકો માટેની શાનસ વ્યવસ્થા. દુનિયાની તમામ શાસન વ્યવસ્થામાં લોકશાહી વ્યવસ્થા શ્રેષ્ઠ છે, આ સિસ્ટમમાં જ દરેક વ્યક્તિને પોતાના માનવાધિકારો મળે છે. સ્વતંત્રતા સૌથી મોટો અધિકાર છે. લોકશાહીનો સૌથી મોટો માપદંડ છે સ્વતંત્ર ચૂંટણી, જેમાં માધ્યમથી નાગરિકો મત આપીને પોતાની સરકાર ચૂંટે છે.

1970ના દાયકાથી દુનિયામાં લોકશાહી દેશોની સંખ્યા વધી રહી છે. લોકશાહી પર ખતરોએ માનવાધિકાર પર મોટું જોખમ છે, આ બાબત ચીન, મ્યાનમાર, ઉત્તર કોરીયા બાદ હવે અફઘાનિસ્તાનમાં જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.