જશાધાર, ચિખલકુબા, ધોકડવા, નગડીયા સમગ્ર પંથકમાં સુખરૂપ વરસાદથી જગતનો તાત ખુશ
અબતક, મનુક કવાડ, ગીર ગઢડા
ઊના ગીરગઢડા પંથકમાં છેલ્લા ચારેક દિવસથી મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ત્યારે ગીર પંથકમાં વાતાવરણમાં પલ્ટો આવતા મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરતા જંગલમાં 5 ઇંચ ધોધમાર વરસાદ વરસતા ગીરપંથક પાણીમય બની ગયેલ. ભારે વરસાદના પગલે ગીર જંગલ માંથી પસાર થતી નદી-નાળાઓમાં પાણી વહેતા થવા લાગ્યા હતા. આ સીવાય ગીર નજીકના જશાધાર, ચિખલકુબા, ધોકડવા, નગડીયા સહીતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં 2 ઇંચ વરસાદ વરસી ગયેલ હતો. અને ગામોમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ ઊના ગીરગઢડામાં બપોર બાદ વરસાદી માહોલ વચ્ચે મેઘરાજા વરસે તેવી આંશા બંધાયેલ પરંતુ વરસાદી છાંટા સાથે ઠંડક પ્રસરી ગયેલ હતી. આ સીવાય ઊના ગીરગઢડા પંથકની તમામ નદીઓમાં બન્ને કાંઠે નદીઓ વહેતી થઇ હતી.
રાવલ નદિમાં ધોડાપુર આવતા નીચાણ વાળા વિસ્તારોમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું, તંત્ર દ્વારા નદિ કિનારે ન જવા લોકો ને સુચના આપવામાં આવી. ગીર પંથકના ઉપરવાસમાં બપોર બાદ 5 ઇંચ ધોધમાર વરસાદ વરસી ગયો હતો. ઉના ગીરગઢડાની જીવાદોરી સમાન રાવલ ડેમ પર ધોધમાર 3 ઇંચ વરસાદ વરસતા ડેમમાં પાણીની આવક વધતા રાવલ ડેમના છ પૈકી 4 દરવાજા એક-એક ફુટ ખોલવામાં આવ્યા છે. આમ કુલ 4 દરવાજા ખૂલ્લા મુકાયેલ હોય જેનો પ્રતિ સેક્ધડ પાણીનો પ્રવાહ 4680 ક્યુસેક પસાર થયો હતો. ડેમની 148.555, ઉડાઇ. 18.70 જીવંત જથ્થો હોય નદી કાંઠા વિસ્તારોના ગામોમે તંત્ર દ્રારા એલર્ટ કરી દેવામાં આવ્યા હતા.