તહેવારોની સિઝનમાં નવરાત્રિ તેમજ ફેસ્ટિવ કલેક્શનનો દબદબો
ગુજરાતનું લોકપ્રિય ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ એક્સહીબીશનનું આયોજન તારીખ 13 અને 14 સપ્ટેમ્બર મંગળ અને બુધવારના રોજ રાજકોટના ઇમ્પિરિયલ પેલેસ ખાતે કરવામાં આવ્યું છે. છેલ્લા સાત વર્ષથી હાઈ ફેશન એક્સપોર્ટ દ્વારા એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવે તૃપ્તિ ઠક્કર તથા દીપા તન્ના મહિલાઓ દ્વારા આ એક્ઝિબિશન નું આયોજન કરાય છે જે મહિલાઓમાં ખૂબ જ લોકપ્રિય છે.
એક જ જગ્યા પર લોકોને પુષ્કળ અને અવનવી વેરાઈટીઝનું કલેક્શન મળી રહે છે.એક્સહીબીશનમાં ગૂજરાતના રાજકોટ, અમદાવાદ, સુરત , બરોડા તેમજ ઇન્દોર, કોલકાતા, કાશ્મીર વગેરે જેવા વિવિધ શહેરોમાંથી ખ્યાતનામ ડિઝાઇનરસ આ એક્સહીબીશનમાં ટ્રેન્ડી કલેક્શન લઈને આવ્યા છે. જેમાં નવરાત્રી કલેક્શનની વિવિધ રેન્જ, અવનવા ટ્રેડિશનલ વેર તથા જ્વેલરીશનું કલેક્શનનો સમાવેશ થાય છે આ સાથે ફેસ્ટિવ કલેક્શન, એન્ટિક કલેક્શન, ઇન્ડિયન, ઇન્દો વેસ્ટર્ન અને વેસ્ટર્ન આઉટફીટ કલેક્શન , હસ્તકલા તેમજ બીજી પણ ઘણી બધી અવનવી વસ્તુઓનું કલેક્શન જોવા મળશે.
- ભારતભરમાં બનતા બધા જ સિલ્કનું પ્રીમિયમ કલેક્શન: વાશ્વી ક્રિએશન
રાજકોટ રીંગ રોડ પર આવેલા વાશ્વી ક્રિએશનના ઓનર નેહલ પટેલે અબતક સાથેની વાતચીત માં જણાવ્યું હતું કે તેમને હાઈ ફેશન એક્સ્પો માં રાજકોટયન્સનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે તેઓ નવરાત્રી કલેક્શન ની સાથે ભારતભરમાં બનતા અલગ અલગ પ્રકારના સિલ્કનું બુટીક પણ ચલાવે છે.
- ઓર્નામેન્ટ્સમાં ટ્રેન્ડી અને ટ્રેડિશનલ હેન્ડમેડ કલેક્શનનો સમન્વય: મનીષા કાતરોડિયા(સૂરત)
છેલ્લા 22 વર્ષથી જાતે જ તેમજ દોરામાંથી ફેશનને અનુરૂપ વિવિધ પ્રકારના ચોકર,નેક્પીશ તેમજ રીંગ અને ઇયરિંગ્સ વગેરે જેવા ઓર્નામેન્ટ્સ બનાવું છુ. રાજકોટમાં એક્ઝિબિશનમાં મારો પહેલીવાર એક્સપિરિયન્સ છે જેમાં લોકોનું પ્રેમ અને પ્રતિસાદ ખૂબ જ સારો મળ્યો.
- કાશ્મીરથી લોકમાંગણીને અનુરૂપ એક્ઝિબિશનમાં વારંવાર આવીએ છીએ: નાસિર અહેમદ (કાશ્મીર પશ્મિના સિલ્ક)
કાશ્મીરથી ગુજરાતમાં એક્ઝિબિશનમાં વારંવાર કરતા નસીર અહેમદએ અબતક સાથેની વાતચીત માં જણાવ્યું હતું કે કે તેઓ હાથ બનાવટની સાલ ડ્રેસીસ જેવા વિન્ટરવેર બનાવીને છેલ્લા પાંચ વર્ષથી આવે છે અને લોકો અમારી પ્રોડક્ટ્સને ખૂબ જ પસંદ કરે છે.
- જૂના કચ્છી વર્કને રીટ્રેન્ડ કરી ફેશનેબલ લુક આપીએ છીએ: ગાર્ગી પટેલ (ડિજિ ક્રિએશન)
ફેશન અને લાઈફ સ્ટાઈલ એજ્યુકેશન માં વર્ષોથી ભાગ લેતા તથા કચ્છી કલેક્શનનું વેચાણ કરતા ગાર્ગી પટેલે અબતક સાથેની વાતચીત માં જણાવ્યું હતું કે હવે ફરીથી ગામઠીલૂક નો ક્રેઝ ખેલૈયાઓમાં છે વિવિધ પ્રકારના કચ્છી વર્કના ગારમેન્ટસની ભરપૂર માંગ છે.