અનેક સંતો-મહંતો તથા લાખો હરીભક્તો રહેશે ઉપસ્થિત: મહોત્સવનું અનુદાન આરોગ્ય સેવા માટે ઉપયોગમાં લેવાશે
જૂનાગઢમાં ગુણાતીત ધામ ગ્રીન સિટી, ઝાંઝરડા બાયપાસ ચોકડી નજીક સ.ગુ.ગુણાતીતાનંદ સ્વામી અંતર્ધાન સાર્ધ શતાબ્ધી મહોત્સવ આગામી તા.૨૫ થી ૨૯ ઓકટોબર દરમિયાન ઉજવાશે. જેમાં અધ્યક્ષ સ્થાને વડતાલના પીઠાધીપતિ આચાર્ય રાકેશપ્રકાશદાસજી મહારાજ રહેશે.
દરરોજ સવારે ૯ થી ૧૨ દરમિયાન કથા યોજાશે. આ મહોત્સવમાં અનેક સંતો-મહંતો તેમજ ગામે ગામથી લાખો હરીભક્તો હાજરી આપશે. તા.૨૫ને બુધવારે બપોરે ૨:૦૦ કલાકે શોભાયાત્રા તથા આચાર્ય મહારાજનું સામૈયુ, સાંજે ૫:૦૦ કલાકે અખંડ ધૂન તેમજ ૫:૩૦ કલાકે મહોત્સવનું ઉદ્ઘાયન થશે. જયારે તા.૨૬ને ગુ‚વારના રોજ સવારે ૭:૩૦ કલાકે યજ્ઞનો પ્રારંભ, ૧૦:૦૦ કલાકે ગુણાતીતાનંદ સ્વામીનું ભાવપૂજન, ૧૨:૩૦ થી ૨:૪૫ કલાકે મહિલા મંચ, સાંજે ૪:૩૦ કલાકે સમકાલીન સોરઠી ભકતોનું ભાવપૂજન, રાત્રે ૮:૩૦ કલાકે ગુણાતીતાનંદ સ્વામી નૃત્ય નાટિકા યોજાશે.
તા.૨૭ને શુક્રવારે ૭:૩૦ કલાકે યજ્ઞ, ૮:૩૦ કલાકે મહાપૂજા, ૧૦:૦૦ કલાકે સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીનું ભાવપૂજન, ૧૨:૩૦ થી ૨:૪૫ મહિલા મંચ, ૪:૩૦ કલાકે મુકતાનંદ સ્વામીનું ભાવપૂજન, તેમજ બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાશે. શનિવારે યજ્ઞ, ગુણાતીત પરંપરાના સંતોનું સંમેલન, યજ્ઞ પૂણાહુતિ, સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીનું ભાવ પૂજન, તેમજ નૃત્ય નાટિકા અને તા.૨૯ને રવિવારે સર્વરોગ નિદાન કેમ્પ, આચાર્ય મહારાજનું વિશિષ્ટ પૂજન તથા આશિર્વચન અને મહોત્સવની પૂર્ણાહુતિ થશે.
શ્રીજી મહારાજ સમકાલીન સંત અક્ષરમૂર્તિ સ.ગુ. ગુણાતીતાનંદ સ્વામી વિક્રમ સવંત ૧૯૨૩ના ભાદરવા સુદ ૧૨ના રોજ અક્ષરવાસી થયા જેને આ વર્ષે ૧૫૦ વર્ષ પૂર્ણ થતા હોય ગુણાતીતાનંદ સ્વામી સાર્ધ શતાબ્દી અંતર્ધાન મહોત્સવ ઉજવાશે. પંચદિનાત્મક ઉત્સવમાં શ્રીજી મહારાજ સમકાલીન નંદ સંતો પૈકી સ.ગુ.મુકતાનંદસ્વામી, સ.ગુ.બ્રહ્માનંદસ્વામી, સ.ગુ. ગોપાળાનંદ સ્વામી તથા સ.ગુ.ગુણાતીતાનંદ સ્વામીનું ભાવપૂજન થશે. પ.પૂ.આચાર્ય મહારાજ રાકેશપ્રસાદદાસજી મહારાજની ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલ. આ ઉત્સવમાં પૂ.આચાર્ય મહારાજનું વિશિષ્ટ ભાવપૂજન થશે. સંપ્રદાયના પ્રવચનો તથા આશીર્વાદનો વિશિષ્ટ લાભ ભક્તોને મળશે. તેમજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી તથા અન્ય મહાનુભાવો પધારી ઉત્સવમાં શોભાની અભીવૃદ્ધિ કરશે. તેમજ મહિલામંચ સામાજિક ઉત્કર્ષ તથા સમાજ સેવાના વિવિધ આયોજનો તથા વિવિધ નુત્યાનાટકો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થશે. ઉત્સવ સમેતીવતી રાજકોટ મંદિરના મહંત પૂ.હરિવલ્લભદાસજી સ્વામી તથા શા.સ્વામી રાધારમણદાસજીએ સર્વે ભાવિકોને ઉત્સવમાં લાભ લેવા નિમંત્રણ પાઠવેલ છે.
કાર્યક્રમોની ‚પરેખા આપવા ‘અબતક’ના આંગણે શાસ્ત્રી કૃષ્ણ વલ્લભદાસજી સ્વામી, શાસ્ત્રી ઘનશ્યામજી સ્વામી, શાસ્ત્રી જયેન્દ્રપ્રકાશદાસજી સ્વામી, સત્સંગી સેવક મનસુખભાઈ પરમાર, પ્રવિણભાઈ બોધાણી, અશ્ર્વીનભાઈ ચોવટિયા ઉપસ્થિત રહ્યાં હતા.