ગૌ સેવાના ભેખધારી સાધ્વીદીદીના દર્શન-બોધ વચનોના લાભ માટે આત્મીય કોલેજ ઓડિટોરીયમ હોલમાં ‘ગૌકથા’
ગૌભક્તિમાં રહેલી શક્તિના મહિમાને ઉજાગર કરવા, આજીવન ભેખધારી સાધ્વીદીદીએ મહારાણા પ્રતાપની સમર ભૂમિ હલ્દીઘાટથી શરૂ કરેલી યાત્રા આવતીકાલે 14 સપ્ટેમ્બરે રાજકોટ આવી રહી છે. ‘અબતક’ની મુલાકાતે આવેલા મનિષભાઇ માવાણી, મેઘજીભાઇ પાંભર, સેજલભાઇ મહેતા અને સુનીલભાઇએ આ અનોખો અવસરની વિગતો આપતા જણાવેલ કે ક્રાંતિકારી ગૌભક્ત સંત મંડળી હલ્દીઘાટીથી પગપાળા ગામે ગામે શહેર-શહેરમાં ગૌકથા કરતા કરતા સૌભાગ્યવશ રાજકોટમાં આવી રહ્યા છે. આ યાત્રામાં વામીની ગૌ મૈયા સખા ગોપાલજી પોતાની ગૌભક્ત મંડળીની સાથે સાધ્વીદીદી એક કલાક અદ્ભૂત અદ્વિતીય પ્રભાવશાળી અને ક્રાંતિકારી ગૌકથા પીરસશે.
ક્યારેય પણ ના સાંભળી હોય તેવી ગૌ કથા સાંભળવાનો આવતીકાલે તારીખ 14 સપ્ટેમ્બર 2022 બુધવારના રોજ આત્મીય કોલેજ ખાતે સાંજે 4:00 કલાકે ભવ્ય શોભાયાત્રા સાથે સાંજે 8:30 કલાકે આત્મીય કોલેજ ઓડિટોરિયમ, કાલાવડ રોડ ખાતે ભવ્ય ગૌકથાનું આયોજન કરવામાં આવનાર છે. આ ગૌ કથામાં ગાયને માતા શા માટે કહેવાય તેના વ્યાવહારિક અને શાસ્ત્રોક્ત કારણ, પહેલી રોટલી ગૌ માતાને શા માટે ના ખવડાવાય તેનું વ્યાવહારિક કારણ, બધા તીર્થોની યાત્રા, વિશાળ ભંડારો અને 33 કોટી દેવતાઓની પુજાનું ફળ ગૌ માતાની કૃપાથી ઘરે બેઠા કેવી રીતે મેળવી શકાય, આપણા ભારત દેશની રક્ષા કેવી રીતે થશે, માતા ગૌ કૃપાથી માતા-પિતાની વાત માનવાવાળા આજ્ઞાકારી શ્રવણકુમાર જેવા સંતાનની પ્રાપ્તિ કેવી રીતે કરી શકે, બાળકો એવું શું કરે કે ગૌ કૃપાથી એક કે બે વાર વાંચતા જ અભ્યાસ યાદ રહી જાય અને પરીક્ષામાં સારા અંકો મેળવી શકે, દીકરીઓ સુંદર, ગુણવાન, ધનવાન અને પ્રેમથી રાખવા વાળા પતિ કેવી રીતે મેળવી શકે, પોતાના દીકરા માટે ગુણવાન ગ્રુપમાં આજ્ઞાકારી વહુ કેવી રીતે મેળવી શકાય.
પર્યાવરણ પ્રત્યેક લોકોમાં જાગૃતતા આવે તે માટે સમગ્ર પદયાત્રા દરમિયાન દરરોજનું એક વૃક્ષ રોપવામાં આવી રહ્યું છે. 14 સપ્ટેમ્બર 2022ના રોજ સાંજે ચાર કલાકે આત્મીય કોલેજ, કાલાવડ રોડ ખાતે પદયાત્રાનું સ્વાગત રાજકોટની ગૌ પ્રેમી જનતા કરશે તેમજ શોભાયાત્રાનું આયોજન કરેલ છે. સાંજે 8:30 કલાકે આત્મીય કોલેજ ઓડિટોરીયમ કાલાવડ રોડ ખાતે ભવ્ય ગૌકથાનું આયોજન કરવામાં આવેલું છે.
કાર્યક્રમની વિશેષ માહિતી માટે 9409692691, 94262 16172 તેમજ 990997116 પર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ગિરગંગા પરિવાર, ડો.વલ્લભભાઇ કથીરિયા, રમેશભાઇ ઠક્કર, ગિરિરાજ હોસ્પિટલ, કાંતિભાઇ-સહજાનંદ ગૌશાળા, ચંદ્રેશભાઇ, કિશન ગૌશાળા, ભારતી કિશન સંઘની સમગ્ર ટીમ, સેન્જલભાઇ મહેતા, સંવેદના અબોલ જીવોની તેમજ રાજકોટના ગૌ પ્રેમીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
31 વર્ષની યાત્રાનો સંકલ્પ
આ યાત્રા 31 વર્ષ સુધી ગૌરક્ષા ગૌસેવા પર્યાવરણ અને સમાજ સુધારો માટે પોતાનો આશ્રમ છોડી ઉઘાડા પગે ગામો ગામ ફરી જાગૃતિ કરી રહ્યા છે. આ સંત મંડળી 31 વર્ષ સુધી અન્નનો ત્યાગ કરી ફક્ત ફળ અને દૂધ લઇ ગૌરક્ષા માટે સંઘર્ષ કરશે. કોઇપણ દાન ભેટ, દક્ષિણા, મેડલ અથવા તો કોઇપણ પ્રકારના આર્થિક સહયોગ વગર આ યાત્રા 31 વર્ષ સુધી સમગ્ર ભારત વર્ષમાં પદયાત્રા કરી રહી છે. જેના નવ વર્ષ પૂર્ણ થઇ ચુક્યા છે. આ પદયાત્રાની સંત મંડળી કોઇપણ ભક્તોના ઘરે જવાનું ત્યાગી કોઇપણ ભક્તોના અતિથિ નથી બનતા તેમજ પદયાત્રાના આયોજનના પ્રચાર સામગ્રી ઉપર પોતાનું નામ અને ફોટો પણ નથી છાપી રહ્યા. શરદી, ગરમી, વરસાદ ઉત્સવ વાર તહેવારના સમયે પણ યાત્રા નિરંતર ચાલુ રાખી દરરોજના બે થી ત્રણ ગામમાં ગૌ પ્રચાર માટે પ્રવચન કરી લોકોને ગૌ સેવા માટે જોડે છે.