ભુપેન્દ્રભાઇ પટેલ ખરા અર્થમાં સરળ અને નિખાલસ મુખ્યમંત્રીની ઓળખ ધરાવે છે
જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદરે લોકલાડીલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને મુખ્યમંત્રી તરીકે એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે. ત્યારે શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યું કે, ભુપેન્દ્રભાઇ પટેલીુ ગત 13 સપ્ટેમ્બર 2021ના રોજ ગુજરાત રાજયના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમની રાજકીય કારકીર્દીની શરુઆત અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટીના ચેરમેન પદથી કરી હતી. ત્યારબાદ વર્ષ 2017માં તેઓ ઘાટલોડિયા બેઠક પરથી ગુજરાત વિધાનસભાની ચુંટણી લડયા અને સમગ્ર ગુજરાતમાં 1,17,000 મતોથી ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા. સરદાર ધામ અને વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન જેવી સંસ્થાના ટ્રસ્ટી પણ છે.
મુખ્યમંત્રીના નેતૃત્વવાળી ભાજપા સરકાર દ્વારા સર્વ સ્પર્શી અને સર્વવ્યાપી નિર્ણયો કરી ગુજરાતમાં કૃષિ ક્ષેત્રોમાં અનેક વિધ ફેરફાર કર્યા. ગરીક કલ્યાણ મેળાઓના માઘ્યમથી બ્યુટી પાર્લરોના સાધનો, કેટરર્સના સાધનો મફતમાં આપી મહિલા પગભર થાય તે હેતુથી ભગીર પ્રયાસો કર્યા છે.
‘સૌનો સાથ સૌનો વિકાસ’ ખરા અર્થમાં સાર્થક કર્યો છે. ખેડુતો, યુવાનો, વનબંધુઓ પિડિતો વંચિતો સહિત સૌ સમાજ વર્ગોના સર્વગ્રાહી ઉત્થાન માટે પ્રતિબઘ્ધ છે. ભૂપેન્દ્રભાઇ પટેલ ગુજરાતની વિકાસ યાત્રાને આગળ લઇ જવા માટે અનેક રાજયના સુશાસનને વધુ મજબુત બનાવવા માટે પ્રતિબઘ્ધ છે.