કાર્યક્રમ અંતર્ગત આશ્રમમાં લધુરામ યજ્ઞ કરાશે
સદગુરુ સદન ટ્રસ્ટ (પ.પૂ. રણછોડદાસજીબાપુ આશ્રમ) ખાતે પરમ કૃપાળુ પરમાત્મા રામચંદ્ર ભગવાન સ્વરુપ પ.પૂ. સદગુરુદેવ રણછોડદાસજીબાપુની અસીમ કૃપાથી તથા પ્રેરણાથી આસો સુદ-1 થી આસો સુદ-9 સુધી તા. ર6-6 થી 4-10 સુધી રામ ચરિત માનસજીના નવાહ પાઠનું ભવ્ય આયોજન નીજ મંદિરે હોલ સદગુરુ આશ્રમ ખાતે કરવામાં આવેલ છે.
ધાર્મિક કાર્યક્રમ રામચરિત નવાહપાઠના સવારે 8.30 થી 1 સુધી નિયમિત પણે આસો સુદ-1 તા. 26 ને સોમવારના રામનવાહ પાઠનો પ્રારંભ, નીમ મંદિર હોલમાં, આસો સુદ-ર તા. 27 ને મંગળવારના રામજન્મોત્સવ:, નીજ મંદિર હોલમાં, આસો સુદ-3 તા. 28 બુધવારના રામવિવાહ નીજ મંદિર હોલમાં, આસો સુદ-9 તા. 4-10 ન મંગળવારે રામરાજયભિષેક સવારે 8.45 કલાકે નીજ મંદિર હોલમા: વ્યાસપીઠ ઉપર સુવિખ્યાત વિદ્વાન શાસ્ત્રી, રામાયણી ચિત્રકુટ ધામ વાળા પુજય પ્રભુદાસજી અગ્નિહોત્રી વ્યાસજી તેમની સુમધુર વાણી સાથે રામાયણપજીના નવાહપાઠનું સંગીતમયી શૈલીમાં રસપાન કરવાશે. લધુરામ યજ્ઞ તા. 4-10 મંગળવારે આસો સુદ-9 ના દિવસે યોજાનાર છે.
રામચરિત માનસજીના પાઠ નિમિતે ભારતભરમાંથી અસંખ્ય સંત ભગવાન ઉપસ્થિત રહે છે. તેમના અલભ્ય દર્શનનો લાભ લેવા સવારે 7 થી 8 બાલભોગ દર્શન તથા બપોરે 1 થી ર ભંડારા દર્શન તથા સંત ભગવાનનું બ્યાવરુ ભોજન રાત્રે 8 વાગ્યે વિગેરે દર્શનનો અમૂલ્ય લાભ લેવા ભાવભર્યુ હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.
રામચરિત માનસજીના પાઠ કરવાનું પ.પૂ. સદગુરુદેવ રણછોડદાસજીબાપુએ ઘણું મહત્વ બતાવ્યું છે તથા રામચરિતમાનસજી ના પાઠ પ.પૂ. સદગુરુદેવ અતિપ્રિય હતા તો સર્વ ધર્મપ્રેમી ભાઇ-બહેનોને ગુરુદેવની ગુરુ દક્ષિણ રુપે તમામ ધર્મપ્રેમી ભાઇ-બહેનોને તથા ગુરુભાઇઓ બહેનોએ પરિવારમાંથી એક એક વ્યકિતએ રામચરિતમાનસજીના પાઠ અવશ્ય કરવા, પ.પૂ. સદગુરુદેવ રણછોડદાસજીબાપુએ નવરાત્રિમાં શ્રી રામચરિતમાનસ પાઠ કરવાનું કહ્યું છે, તો શ્રી રામચરિતમાનસજી નવાહ પાઠમાં ઉ5સ્થિત રહી હ્રદયનો આનંદ મેળવવા ભાવભર્યુ હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.
જે કોઇ ધર્મપ્રેમીભાઇ-બહેનો શ્રી રામચરિતમાનસ પાઠમાં બેસવા ઇચ્છતા હોય તેઓએ પોતાના નામ ડોનેશન વિભાગમાં નોંધાવી લેવા જણાવેલ છે. અથવા મો. નં. 95863 08178 ઉપર જાણ કરી નામ નોંધાવી શકો છો