હિંદુ પંચાંગ મુજબ શ્રાવણ મહિના ની સમાપ્તિ પછી છઠ્ઠા મહિના તરીકે ભાદરવાનું નામ ભાદ્રપદ નક્ષત્ર ઉપરથી રાખવામાં આવ્યું છે. માસના ચાર પવિત્ર મહિનાઓમાં ભાદરવો બીજા ક્રમે આવે છે આ મહિનામાં અનેક મુખ્ય વ્રતની ઉજવણી કરવાનું અનેરૂ મહત્વ છે. શ્રાદ્ધપક્ષ પરિવર્તન એકાદશી ઋષિપંચમી ગણેશ ચતુર્થી, નવલી નવરાત્રી વગેરે…
ભાદરવા મહિના નું ધાર્મિક મહત્વ અન્ન્ય રહ્યું છે જપ વ્રત અને સંયમ ના સદાચારના ફળની પ્રાપ્તિ માટે ભાદરવાની નિમિત્તે માનવામાં આવે છે પિતૃઓના મોક્ષ કાર્ય અને શ્રાદ્ધ પણ ભાદરવામાં જ કરવામાં આવે છે ભાદરવા મહિનાના ધાર્મિક મહત્વ વિશેષ રહ્યું છે. સાથે સાથે આરોગ્યની જાળવણીમાં પણ ભાદરવો ખૂબ જ સાવચેતી માંગી લેતો મહિનો ગણવામાં આવે છે.
ભાદરવા મહિનામાં વ્રતનું ખૂબ જ મહત્વ છે. શરીરના વિકાર અને ખાસ કરીને વાયુ પિત્ત અને કફ ને દૈનિક જીવન શૈલી વ્રત અને ઉપવાસ એકટાણા થી દુર કરવાનું એક આગવું વિજ્ઞાન પણ રહેલું છે. આખું વર્ષ શિયાળા ઉનાળા અને ચોમાસા દરમિયાન શરીરમાં ઊભા થયેલા વાયુ કફ અને પિત્તને ભાદરવામાં બાળવાની તક ઊભી થાય છે.
ભાદરવાની દરેક ધાર્મિક પરંપરા અને વ્રત પૂજાનો મર્મ શરીરની આરોગ્યની વિશેષ વૈજ્ઞાનિક રૂપથી જાળવણી થાય તેવી હોય છે તેનો ઉત્તમ દાખલો લેવા જઈએ તો પિતૃઓના મોક્ષ માટે કાગવાસ માં જે ખીર ખવડાવવાનું મહત્વ છે તે પણ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિ એ પરંપરા બની છે ખીર શરીરમાં જમા થયેલા પીતનુ નાશ કરે છે. શ્રાદ્ધ માં બનાવવામાં આવતી ખીર પિતૃઓને પહોંચે કે ન પહોંચે પણ ખીરના સેવનથી પરિવાર જનો માટે શરીરના પિત નાશક તરીકે ફાયદારૂપ થાય છે.
ભાદરવામાં ખાનપાન અને જીવનશૈલીમાં સાવચેતી રાખવી જોઈએ ભાદરવામાં જપ વ્રત અને સંયમ નું અનુસરણ ખાવા-પીવા અને આહારમાં પણ રાખવું જોઈએ ચોમાસાના કારણે વાતાવરણમાં રોગીષ્ટ વાયરસ બેક્ટેરિયાના ઉપદ્રવ ને લઈને આ સમયગાળો રોગચાળાનો સમયગાળો પણ કહેવામાં આવે છે. આથી જ વ્રતની જેમ જ ભાદરવો મહિનો આરોગ્યની જાળવણી માટે પણ સત્ય રહેવાનો સમય છે અને ધર્મ પારાયણ તારી સાથે સાથે આરોગ્યની જાળવણી માટે પણ એક ખાસ મહિમા ધરાવે છે.