- કલેકટર અરુણ મહેશ બાબુ, તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદી, મેડિકલ કોલેજ ડીન ડો. સામાણી, એચ.ઓ.ડી. સહિત રેસીડેન્ટ ડોકટરો રહ્યા ઉપસ્થિત
- ચેન્નાઈના પ્લાસ્ટિક સર્જન ડો.તુલસીદાસ અને ઈએનટી સર્જન ડો. અહિલ્યા સ્વામીએ ભવિષ્યના તબીબોને માર્ગદર્શન પૂરું પાડ્યું
સૌરાષ્ટ્રમાં દર્દીઓના કેન્દ્ર સ્થાન પર રહેલી પંડિત દીનદયાળ સિવિલ હોસ્પિટલમાં સારવારને વધુ વેગ મળે અને દર્દીઓને આધુનિક ટેકનોલોજીનો લાભ મળે સાથે જુનિયર ડોકટરોને સર્જન કક્ષાનું જ્ઞાન મળે તે હેતુસર બે દિવસીય લાઈવ સર્જિકલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેન્નાઈના પ્લાસ્ટિક સર્જન ડો.તુલસીદાસ અને ઈએનટી સર્જન ડો. અહિલ્યા સ્વામીએ ભવિષ્યના તબીબોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તકે યોજાયેલા સેમિનારમાં કલેકટર અરુણ મહેશ બાબુ, તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદી, મેડિકલ કોલેજ ડીન ડો. સામાણી, એચ.ઓ.ડી. સહિત રેસીડેન્ટ ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા.
સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગ પિડીયુએમસી- સિવિલ હોસ્પિટલ રાજકોટની ઈએનટી સોસાયટી સાથે મળીને 10મી અને 11મી સપ્ટેમ્બરના રોજ લાઈવ સર્જિકલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. વિખ્યાત ફેકલ્ટી ચેન્નાઇ સાયન્સ ઍન્ડ નોઝ હોસ્પિટલના ડો. તુલસી દાસ એમ.એસ. (ઇએનટી),(પ્લાસ્ટિક સર્જરી) નિયામક અને ક્ધસલ્ટન્ટ ઇએનટી સર્જન, અહિલ્યા સ્વામી ઇએનટી સેન્ટર ચેન્નાઇ ડો. એન. અહિલાસામી એમ.એસ (ઇએનટી), એફઆરસીએસ (એડિન) બેઝિક ટુના જીવંત સર્જિકલ પ્રદર્શન માટે ઉપસ્થિત રહ્યાં છે.રાજ્યમાં આવી નામાંકિત ફેકલ્ટીઓ અનુકૂળ મુસાફરી અને પૂરક નોંધણી સાથે જુનિયર તબીબોને આ નિષ્ણાતો પાસેથી શીખવાની તક મળી છે. તેવું ઇએનટી વિભાગના હેડ ડો.એ.એસ. સેજલ એન. મિસ્ત્રીએ જણાવ્યું હતું.
ડો. તુલસી દાસ ભારતમાં એન્ડોસ્કોપિક સાઇનસ અને સ્કલબેઝ સર્જરીના પ્રણેતા છે. તેઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા અને અપ્રતિમ કૌશલ્ય ધરાવતા સર્જન છે. તેમણે ઈએસએસના ક્ષેત્રમાં ઘણી નવી નવીન સર્જરીઓ કરી છે અને એન્ડોસ્કોપિક સર્જરીનો બહોળો અનુભવ છે. તેમણે ઘણા ઇએનટી સર્જનોને તાલીમ આપી છે. જ્યારે ડો. અહિલાસ્વામી ચેન્નાઈ ખાતે ઇએનટી કેન્દ્રના ડિરેક્ટર છે. તે એન્ડોસ્કોપિક સાયન્સ અને સ્થાનિક એનેસ્થેસિયા હેઠળ કાનની સર્જરી માટે પ્રખ્યાત છે. તેઓ નાકની એલર્જી માટે આધુનિક સર્જરીના પ્રણેતા છે. તેણે કેટલાક ઈએનટી સર્જીકલ સાધનો પણ શોધ્યા છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના ફેકલ્ટી પુર દેશમાં સારવાર આપી શકે છે: સિવિલ સુપ્રીટેન્ડેન્ટ
આ તકે સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે જ્યારે કોરોનાની લહેરમાં મ્યુકરનો પહેલો કેસ રાજકોટમાં નોંધાયો ત્યારે સિવિલ હોસ્પિટલના ફેકલ્ટી દ્વારા તેનો નિવેડો લાવી દેશભરમાં તેમની સેવાનું પ્રદાન આપ્યું હતું. જેમાં ઈએનટી સર્જન સાથે એનેસથેસિયા વિભાગના તબીબોનો પણ પૂરો સહયોગ રહ્યો હતો. આ વર્કશોપ દ્વારા રાજકોટ સહિત ગુજરાતભરના જુનિયર તબીબોને એક નવી રાહ મળશે જેના દ્વારા તેઓ મેડિકલ ક્ષેત્રે ઉડાન ભરી શકશે.