કિડનીના દર્દીના લાભાર્થે યોજાયેલ રામામંડળમાં રૂ.51 હજારનું દાન આપ્યું
મોરબી : મોરબીમાં બીમાર દર્દીની સહાય માટે રૂપિયા 51 હજારનું અનુદાન જાહેર કરી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેને પુત્રના જન્મદિવસની ઉજવણી કરી હતી.
મોરબીના સેવાભાવી અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ પુત્ર દેવના 8માં જન્મદિવસની ઉજવણી સેવકાર્યો થકી કરી હતી. જેમાં ગઈ કાલે શનાળા ખાતે કિડનીના દર્દી રેખાબેન દરિયાલાલભાઈ સાવલિયાને સહાય કરવા યોજાયેલ રામા મંડળમાં 51,000નું અનુદાન આપી અને પુત્ર દેવના જન્મ દિવસની ઉજવણી કરી હતી.