ગણપતિ મહોત્સવનું સમાપન: હજારોની આંખોમાં અશ્રુ ગંગા વહેતી રહી
સર્વેશ્વર ગૌ મેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત છઠ્ઠા વર્ષે પણ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે . પરંપરાગત રીતે ગઈકાલે ગણપતી દાદાના વિસર્જન સાથે મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતુ.
ગઈ કાલે મહાઆરતી પોલીસ કમીશ્નર ભાર્ગવ ડી.સી.પી. મીના , હેન્રી જોબનપુત્રા, ચિરાગભાઈ પોપટ વિશાલ રજનીભાઈ શાહ (બીલ્ડ2) વાય . બી . જાડેજા, ગોહીલ સહ પરિવાર ઉપસ્થિત રહી આ મહાઆરતીનો લાભ લઈ મંત્ર મુગ્ધ થયા હતા . સાથોસાથ સૌરાષ્ટ્રનું સૌથી સુંદર કલા કુતિ સાથે આબેહુબ પંડાલ ના દર્શન કરી સૌ આમંત્રીત મહેમાનો તેમજ સર્વે ભાવિક ભકતો એ સર્વેશ્વર ગણપતિ મહોત્સવના ટ્રસ્ટી / આયોજકો ને અભિનંદન પાઠવ્યા હતાં.
10-00 વાગ્યે શાસ્ત્રોકત વિધિ મુજબ આરતી કરી દુંદાળા દેવને ઢોલ ડી.જે. ના સથવારે વિસર્જન યાત્રા સર્વેશ્વર ચોકથી શરૂ કરવામાં આવેલધર્મપ્રેમી ભાઈઓ બહેનો અશ્રુભીની આંખે વિસર્જન યાત્રામાં સાથે જોડાયા, આજી ડેમના પાછળ આવેલ ખોખડ દંડની ખાડીમાં વિઘ્નહર્તાને વિસર્જીત કરવામાં આવ્યા હતા. સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ સૌનો આભાર માને છે જેમાં સર્વેશ્ર્વર ચોકના સર્વે
વેપારી , પ્રીન્ટ મીડીયા / ઈલેકટ્રોનીક મીડીયા , પોલીસ સ્ટાફ તથા અમોને સર્વેની સાથે સહકાર મળ્યો છે તેઓનો ખુબ ખુબ આભાર ફરી પાછો આવો જ સપોર્ટ મળતો રહે તેવી અપેક્ષા સાથે.
આ ગણપતિ મહોત્સવને સફળ બનાવવા માટે પ્રમુખ કેતનભાઈ શાપરીયા , જતીનભાઈ માનસતા , અલાઉદ્દીનભાઈ કારીયાણી , હિતેષભાઈ મહેતા , વિપુલ ગોહેલ , સમીરભાઈ દોશી , બહાદુરસિંહ કોટીલા , બીજેશભાઈ નંદાણી , અતુલભાઈ કોઠારી , સુધીરસિંહ , આશીષભાઈ હીડોચા , અશોકભાઈ સામાણી , સત્યજીતભાઈ જાડેજા , રાજુભાઈ મજેઠીયા , કેતનભાઈ ભટ્ટ , પ્રકાશભાઈ પુરોહીત , અનીલભાઈ તન્ના , રાજુભાઈ જાની , દિપકભાઈ સાપરીયા , હિતેષ જેઠવા , પ્રતિક વ્યાસ , ઉપેન્દ્રસિંહ ઝાલા , પુનાભાઈ જાડેજા રાજભા પરમાર , જયેશભાઈ જોશી , અક્ષય , લાલભાઈ મીર , અમીત ચાવડા , ગુલાબસિંહ જાડેજા , રાજુ કીકાણી સાથે તમામ ટ્રસ્ટી કમીટી મેમ્બર જહેમત ઉઠાવી હતી.