મોરબીમાં ગઈ કાલે પાંચ જેટલા અસમામાજીક તત્વોએ માધવ હોટલનાં સંચાલક તેમજ તેના માણસોને ઢોર માર માર્યો હતો. જે અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, નરેશ માધવજીભાઇ કાંજીયા નામના આધેડની મોરબીમાં માધવ નામની હોટલ આવેલ છે. જ્યાં કામ કરતા વિકાસ રામસીંગના ભાઇ ગેની રામસીંગના છોકરાનો ગત ૮ તારીખે જન્મ દિવસ હોવાથી તેઓ ચાલીને રવાપર તરફ જઈ રહ્યા હતા. ત્યારે ગંદરાની વાડી વિસ્તારમાં રોડ ઉપર આવેલ લાઇટના થાંભલા પાસે નવીન નકુમ, પ્રવીણ નકુમ, મહેશ કંઝારીયા, સુરેશ પરમાર, રઘુ નકુમ સહીત પંદર જેટલા અજાણ્યા માણસોએ તેઓને રોકી અહીં મોડી રાત્રીના સુકામ નીકળેલ છો તેમ કહી નવીન નકુમે વિકાસનાં ફોનમાંથી હોટેલ સંચાલક નરેશ માધવજીભાઇ કાંજીયાને ફોન કરી ત્યાં બોલાવ્યા હતા.
જ્યાં આવી નરેશભાઈએ પણ કહ્યું હતું કે આ લોકો મારી હોટેલમાં કામ કરે છે. તેમ છતાં આરોપીઓએ હોટલના માણસોને આડેધડ લાકડાના ધોકા, લોખંડનો પાઇપ, લાકડીઓ તથા ઢીકા પાટુ વડે આડેધડ માર મારી ગંભીર ઇજાઓ કરી હતી. જયારે નરેશભાઈ રોકવા જતા તેમને પણ કપાળમાં મુંઢ ઇજા કરી હતી. જે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.