વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેને પગલે જિલ્લા વહીવટી તંત્ર ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે. બીજી તરફ મતદારોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર કામગીરી કરી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં ઇવીએમની મદદથી મતદાન થવાનું છે. ત્યારે મતદાન કેમ કરવું તે અંગે લોકોને જાણકારી મળે તે માટે દરેક વિધાનસભાની બેઠકની મામલતદાર કચેરીઓમાં ઇવીએમ અને વિવિપેટનું નિદર્શન રાખવામાં આવ્યું છે. જ્યાં એક વ્યક્તિ લોકોને ઇવીએમમાં કેવી રીતે મત આપવો તે અંગે જાણકારી પુરી પાડે છે. આ ઉપરાંત જિલ્લાભરમાં જાગૃતિ ફેલાવવા કલેક્ટર તંત્ર દ્વારા વાહન મારફત પણ નિદર્શન કરાવવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.