સમસ્ત મહાજન દ્વારા ગૌશાળાઓ અને પાંજરાપોળોને સ્વાવલંબી બનાવવા માટે તા.10 થી 17 આઠ દિવસ સુધી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા ઉત્તરપ્રદેશમાં પાંજરાપોળ, ગૌશાળા, પદાધિકારો અને જીવદયા કાર્યકરો દ્વારા જીવદયાના પ્રશ્ર્નો અંગે વિચારવિમર્શ કરશે અને જીવદયા શ્રેષ્ઠીઓ દ્વારા માર્ગદર્શન અપાશે.
આર્થિક વ્યવસ્થાઓ, ઘાસચારાની ઉપલબધ્ના, જમીન અંગેના કાયદાઓ વિગેરે અઢળક પ્રશ્નોનો સામનો કરવાનો હોય છે. આ પ્રશ્નો અંગેની વિષદ છણાવટ પૂર્વક ચર્ચા કરી નિર્ણયાત્મક ભૂમિકા ઉપર આવવા માટે તેમજ સ્વાવલંબન તરફ, પર્યાવરણ રક્ષા તરફ વળવા માત્ર ગુજરાત-રાજસ્થાન જ નહી પરંતુ તમામ સંસ્થાઓના તમામ ટ્રસ્ટીઓએ આઠ દિવસ ભેગા રહે, એકબીજાનો પરીચય થાય, એક બીજાની હૂંફ મળે અને એકબીજાનો સહકાર મળે તે માટે સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર ગિરીશભાઈ શાહ (મો: 9820020976) અને સાથી ટીમના માર્ગદર્શનમાં ગૌશાળા, જીવદયા સંસ્થાઓના ટ્રસ્ટીઓ (એસ.પી.સી.એ)ના પદાધીકારીઓ, જીવદયાના ક્ષેત્રે કામ કરતા કાર્યકરો, સકળ શ્રી સંઘના ટ્રસ્ટીઓ, જીવદયાના કાર્યમાં દાન આપતા દાનવીર ભામાશાઓ, પર્યાવરણ પ્રેમીઓના આઠ દિવસીય, નિવાસી, પ્રવાસી, સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
કાલથી આઠ દિવસ જુદી જુદી જગ્યાએ જીવદયાના પ્રશ્ર્નો અંગે વિચાર વિમર્શ કરાશે
આ સંમેલનમાં જીવદયા સંસ્થાઓને સ્વાવલંબન તરફ વાળવા, ગૌ આધારીત સાંસ્કૃતીનું પુન:સ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ-આરોગ્ય અને પર્યાવરણર્થે જનજાગરણ, ગૌપાલન, જીવરક્ષા અંગેના વિવિધ કાયદાઓનું નિર્માણ તથા હાલના કાયદાઓના કડક અમલીકરણ, ગૌ સંવર્ધનને પ્રોત્સાહન, ગૌશાળા-પાંજરાપોળની આંતર માળખાકિય સુવિધાઓ ઉભી કરવા, પશુ-પક્ષીઓના આરોગ્યની જાળવણી, ભાવના અને વિજ્ઞાનનો સમન્વય, માનવ માત્રમાં પક્ષીઓ, પ્રાણીઓ પ્રત્યે વધુ કરૂણા જગાડવા, વરસાદી પાણીનો સંગ્રહ, સ્વદેશી વૃક્ષોનું વાવેતર, સ્વચ્છ દૂધ ઉત્પાદનોની ઉપલબ્ધી, પાકની રક્ષા માટે અહિંસક-સ્વદેશી ઉપચારો, શાકાહાર પ્રચાર-પ્રસાર સહિતના અનેકો મુદા ઉપર વિસ્તૃત, પ્રેકટીકલ અને દૃષ્ટાંતો સહિત પરીણામલક્ષી ચર્ચા કરાશે. આ સંમેલનમાં સાધુ-સંતો તેમજ દેશના જાહેર જીવનના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે. પ્રવાસ દરમ્યાન ગુજરાતની તેમજ રાજસ્થાન તથા મહારાષ્ટ્રની જોવા લાયક, ગૌશાળાઓ-પાંજરાપોળોની મુલાકાતો લેવાશે, માર્ગદર્શન અપાશે.
તા.10, સપ્ટેમ્બરને શનીવારના રોજ શરૂ થનાર આઠ દિવસીય પ્રવાસયાત્રા મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના દેવલાપર ગામે પહોંચી જવાનું રહેશે અને ત્યાંથી યાત્રા-પ્રવાસ શરૂ થશે તા. 11, સપ્ટેમ્બરના રોજ દેવલાપર ગામે ગૌશાળાનું નિરીક્ષણ અને સુનીલ માનસીંઘકાજી દ્વારા આખો દિવસ માર્ગદર્શન અપાશે. તા.12, સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રના જલગાંવ ખાતે બાફનાજીની ગૌશાળા ખાતે આખો દિવસ કાર્યક્રમ તથા અભ્યાસ વર્ગ યોજાશે. તા. 13, સપ્ટેમ્બરના રોજ ગુજરાતના વાપી ખાતે શ્રી અજીત સેવા ટ્રસ્ટ સંચાલીત પાંજરાપોળનું નિરીક્ષણ તથા દામોદર ગૌશાળા ખાતે અભ્યાસ વર્ગ યોજાશે. તા.14, સપ્ટેમ્બરે ધર્મજ ગામે ગૌચર વિકાસ દ્વારા ગ્રામ વિકાસ સંગોષ્ઠી તથા ગોકુલગાંવ ખાતે ક્ષારવાળી જમીનનો સુધાર તથા અમદાવાદની બંસી ગૌશાળા ખાતે ગોપાલ સુતારીયાનું માર્ગદર્શન અપાશે. તા. 15, સપ્ટેમ્બરે રાજકોટ સ્થિત શ્રીજી ગૌશાળા ખાતે એક દિવસીય શિબીર અંતર્ગત મિતલ ખેતાણી, ડો. પ્રભુદાસ તન્ના, રમેશભાઈ ઠકકર દ્વારા માર્ગદર્શન અપાશે તથા સદભાવના વૃધ્ધાશ્રમનાં વિજયભાઈ ડોબરીયા દ્વારા વૃક્ષારોપણ નું માર્ગદર્શન અપાશે. 16, સપ્ટેમ્બરે બનાસકાંઠાના ભાભર ખાતે જલારામ ગૌશાળામાં આખો દિવસ પ્રશિક્ષત વર્ગ યોજાશે તથા તા.17સપ્ટેમ્બરના રોજ પાવાપુરી તથા પીંડવાડા ખાતે પ્રશિક્ષણ વર્ગ તથા સાંજના આ આઠ દિવસીય મેગા પ્રવાસી સંમેલન કાર્યક્રમની પૂર્ણાહતી થશે.
જીવદયા પ્રેમીઓના આ આઠ દિવસીય, પ્રવાસી નિવાસી મેગા સંમેલનની વિશેષ જાણકારી તથા રજીસ્ટ્રેશન માટે ગિરીશ શાહ (મો. 9820020976), રાજસ્થાનના રજીસ્ટ્રેશન માટે દેવેન્દ્ર જૈન (મો.9825129111), ગુજરાતનાં રજીસ્ટ્રેશન મિતલ ખેતાણી (મો: 9824221999), ઉતરપ્રદેશના રજીસ્ટ્રેશન માટે અનીમેષજી ગુપ્તા, મહારાષ્ટ્રના રજીસ્ટ્રેશન માટે સુનીલજી સુર્યવંશી તથા મધ્યપ્રદેશના રજીસ્ટ્રેશન માટે સંજય સીસોદીયા નો સંપર્ક કરવા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર ગરીશભાઈ શાહ (મો: 9820020976)ની યાદીમાં જણાવાયુંછે.